સોમવારે શેરબજાર બંધ થયા બાદ અનેક મોટી કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો અને બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. આ કારણે 23 ડિસેમ્બર, મંગળવારે બજાર ખુલતાની સાથે જ કેટલાક સ્ટોક્સમાં તેજી અથવા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ શેરો પર ખાસ નજર રાખવી જરૂરી બની શકે છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સે માહિતી આપી છે કે તેની પેટાકંપની દ્વારા ‘ATSOL ગ્લોબલ IFSC લિમિટેડ’ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોમવારે કંપનીનો શેર 2.18 ટકાના વધારા સાથે રૂ. 1,009.80 પર બંધ થયો હતો. કંપનીના વિસ્તરણના પગલાંને કારણે રોકાણકારોમાં સકારાત્મક ભાવના જોવા મળી રહી છે.
ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની Paytm એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ ઇન્ડોનેશિયા અને લક્ઝમબર્ગમાં બે નવી પેટાકંપનીઓ સ્થાપવાની મંજૂરી આપી છે. આ પગલાં Paytmના આંતરરાષ્ટ્રીય બિઝનેસને નવી દિશા આપશે અને શેર પર તેની અસર જોવા મળી શકે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં પણ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. સાત્વિક ગ્રીન એનર્જીને રૂ. 486 કરોડનો સોલર મોડ્યુલ્સ સપ્લાય કરવાનો મોટો ઓર્ડર મળ્યો છે. જ્યારે GPT ઇન્ફ્રા રાજસ્થાનના જોધપુરમાં રૂ. 670 કરોડના એલિવેટેડ રોડ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર (L-1) કંપની તરીકે ઉભરી આવી છે. આ બંને સમાચાર કંપનીઓના શેર માટે પોઝિટિવ માનવામાં આવી રહ્યા છે.
એગ્રી-કેમિકલ ક્ષેત્રની જાણીતી કંપની UPL એ વિયેતનામની હાઈબ્રિડ સીડ્સ કંપનીમાં હિસ્સો ખરીદવાનો નિર્ણય લીધો છે, જે તેના આંતરરાષ્ટ્રીય વિસ્તરણને દર્શાવે છે. બીજી તરફ, મેન ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી છે કે આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેની બિઝનેસ કામગીરી પર કોઈ નકારાત્મક અસર પડી નથી.
જો કે, સુપ્રીમ પેટ્રોકેમના રોકાણકારો માટે થોડી સાવચેતી જરૂરી છે. મહારાષ્ટ્ર સ્થિત કંપનીના પ્લાન્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા ત્યાંની કામગીરી અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે શેર પર દબાણ આવી શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






