PM મોદીને મળ્યા બાદ રશિયન PM પુતિને પાકિસ્તાનના PMને કર્યા ઇગ્નોર, જાણો સમગ્ર વાત

તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલા જ પાકિસ્તાન માટે ભારે ઘટના બની. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જાહેર રીતે અવગણતા ઇગ્નોર કર્યા. આ મંચમાં રશિયા, તુર્કી, ઈરાન, પાકિસ્તાન અને અન્ય ઘણા દેશોના વડાઓ હાજર રહ્યા હતા.

શહબાઝ શરીફની હાસ્યસ્પદ સ્થિતિ
મંચ પર લેવામાં આવેલ ગ્રુપ ફોટોમાં જોવા મળે છે કે પુતિન સીધા શહબાઝ શરીફના આગળ ઊભા થઈ ગયા. શહબાઝ હળવી સ્મિત સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પુતિન તેમને અવગણતા આગળ ઊભા રહ્યા.
વિડિયોમાં શહબાઝના ચહેરા પરની શરમ્યુક્ત ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર તરંગો ઊભા કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય નેતાઓનું હાજર જથ્થું
આ ફોરમમાં હાજર હતા:
– રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન
– તુર્કીના રાષ્ટ્રપતિ રેજિપ તઈપ એર્દોગન
– પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ
– ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાન
– ઈરાકના રાષ્ટ્રપતિ અબ્દુલ લતીફ રશીદ

આ મંચ વિશ્વ શાંતિ, તટસ્થતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર કેન્દ્રિત છે. તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ સેરદાર બેરદિમુખામેદોવની મહેમાનગતિમાં યોજાયેલા કાર્યક્રમમાં લગભગ 50 દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા.

પ્રતિબંધો અને પૃષ્ઠભૂમિ
આ મંચ તુર્કમેનિસ્તાનની સ્થાયી તટસ્થતાના 30 વર્ષ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025 ને આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ વર્ષ જાહેર કરવાના અવસર પર આયોજિત થયો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક અને વિવિધ સત્રો યોજાયા, જે વૈશ્વિક રાજનીતિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે…

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં…