20 દિવસ પછી વતન વાપસી: પાકિસ્તાને છોડ્યો BSF જવાન, અટારી-વાઘા બોર્ડરથી પરત ફર્યા

ભારત-પાકિસ્તાન સરહદે ભારે તણાવ વચ્ચે માનવતા ઝીલકતી એક ઘટના સામે આવી છે. પાકિસ્તાને 20 દિવસ બાદ ભારતીય BSF જવાન પૂર્ણમ કુમાર શોને મુક્ત કરી દીધા છે. પૂર્ણમ બુધવારે સવારે 10:30 વાગ્યે અટારી-વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા. DGMO સ્તરની ચર્ચા અને સતત દબાણ બાદ આ મુક્તિ શક્ય બની. BSF દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, 23 એપ્રિલના રોજ ફિરોઝપુર સેક્ટરમાં ઓપરેશનલ ડ્યૂટી દરમિયાન પૂર્ણમ શો ભૂલથી પાકિસ્તાની હદમાં પ્રવેશી ગયા હતા. પાકિસ્તાની રેન્જર્સે તેમને ઝીરો લાઇન પાર કરતાં પકડી લીધા અને હથિયાર પણ જપ્ત કરી લીધા.

પાકિસ્તાને 24 એપ્રિલે શોની બે તસવીરો પણ જાહેર કરી હતી—એક ઝાડ નીચે ઉભેલા અને બીજી તસવીરમાં આંખો પર પટ્ટી બાંધેલી હાલતમાં, એક કારમાં બેઠેલા.

આ ફોટામાં સૈનિક પાકિસ્તાની રેન્જર્સની કસ્ટડીમાં એક કારમાં બેઠા છે અને તેમની આંખો પર પટ્ટી બાંધેલી છે.આ ફોટામાં, BSF સૈનિકનો બધો સામાન નીચે રાખવામાં આવ્યો છે.

મુક્તિ માટે ચાલ્યું રાજનૈતિક અને સૈનિક સ્તરે દબાણ:- BSFના વરિષ્ઠ અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને પાકિસ્તાની રેન્જર્સ સાથે વાતચીત શરૂ કરી. ત્રણ ફ્લેગ મીટિંગો થઈ, પરંતુ શરૂઆતમાં કોઈ જ પરિણામ ન આવ્યું. ભારત તરફથી કહાયું કે જવાને તાજેતરમાં બદલી પામી હતી અને તેને ઝીરો લાઇન વિશે પૂરતું જ્ઞાન ન હતું. DGMO સ્તરે થયેલી ચર્ચા અને સતત દબાણ પછી, આખરે પાકિસ્તાને પૂર્ણમ શોને મુક્ત કર્યા.

પરિવારની વ્યથા: ગર્ભવતી પત્ની પણ પહોંચી ફિરોઝપુર:- જવાનની પત્ની રજની શો, જેઓ ગર્ભવતી છે, પણ પતિને પરત લાવવા માટે પશ્ચિમ બંગાળથી ફિરોઝપુર પહોંચી હતી. બે દિવસ ત્યાં રહી પણ તબિયત ખરાબ થવાને કારણે પાછા મોકલવામાં આવી હતી. તેમના પરિવાર માટે આ 20 દિવસ અત્યંત તણાવપૂર્ણ રહ્યા.

તબીબી તપાસ બાદ મળશે રજા:- મુક્તિ બાદ શોને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય પરીક્ષણ અને પુછપરછ બાદ તેમને રજા આપવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

  • Related Posts

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *