‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત

ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી.

સર્જિયો ગોરે પીએમ મોદીને વિશેષ ભેટ આપી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની એક જૂની તસવીર, જેનું ફ્રેમિંગ કરેલું હતું અને જેમાં ટ્રમ્પની જાતે લખેલી ટિપ્પણી હતી:“શ્રીમાન વડાપ્રધાન, તમે મહાન છો.”– ડોનાલ્ડ ટ્રમ્પ આ ભેટના સંદર્ભમાં ગોરે જણાવ્યું કે “રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીએમ મોદીને એક મહાન નેતા અને નિકટમિત્ર માને છે” અને તે વાત આ ખાસ સંદેશે દર્શાવી છે.

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા: સંરક્ષણથી ટેકનોલોજી સુધી
સર્જિયો ગોરે પીએમ મોદી સાથેની મુલાકાત પછી જણાવ્યું,”અમે સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજ જેવા ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વના છે.” તેમણે બંને દેશો વચ્ચેની ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવા અંગે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પીએમ મોદીએ કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સત્તાવાર X હેન્ડલ પર યુએસ એમ્બેસેડર ગોરની મુલાકાત અંગે લખ્યું. “ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયેલા સર્જિયો ગોરનું સ્વાગત કરતાં આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થશે.”

6 દિવસી ભારત પ્રવાસ પર છે ગોર
રાજદૂત ગોર યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ માઈકલ જે. રિગાસ સાથે ભારતના છ દિવસી પ્રવાસ પર છે.
આ દરમિયાન તેઓ વિવિધ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથે મુલાકાતો કરશે અને દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Related Posts

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુરુવારે દિલ્હી…