લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત

લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી માટે લડી રહ્યા છે. દુઃખદ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું માહોલ સર્જી દીધું છે. બીજી તરફ, આ દુઃખની ક્ષણમાં વિશ્વભરના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. જાપાન, ઈરાન, આર્જેન્ટિના, બ્રિટન, માલદીવ અને બાંગ્લાદેશ સહિતના દેશોના રાજદૂતોએ ભારતીય લોકોને અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

જાપાનના રાજદૂત ઓનો કેઇચીએ જણાવ્યું કે, “દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી હું ખૂબ દુઃખી છું. પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે મારી ઊંડી સંવેદના છે અને ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.”

ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે, “દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટમાં ભારતીય નાગરિકોના મૃત્યુ અને ઘાયલ થવાના સમાચારથી અમને ખૂબ દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો માટે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ.”

બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોન પણ ઘટનાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, “લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી પ્રભાવિત દરેક વ્યક્તિ માટે મારી સંવેદના. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને મુસાફરો માટે અપડેટેડ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.”

આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કુસિનોએ જણાવ્યું કે, “આર્જેન્ટિના સરકાર અને લોકોની તરફથી, અમે તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવાર માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી પ્રાર્થનાઓ તેમના સાથે છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ.”

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ અને બાંગ્લાદેશના ઉચ્ચ કમિશનર રિયાઝ હમીદુલ્લાહે પણ મૃતકોના પરિવારો માટે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. બંને દેશોએ જણાવ્યું કે આ દુઃખદ સમયમાં તેઓ ભારત અને તેના લોકોને સમર્થન આપે છે.

આ દુઃખદ ઘટના પર વિશ્વભરના દેશોના સહાનુભૂતિપૂર્ણ સંદેશાઓ, ભારતીય લોકો અને શોકગ્રસ્ત પરિવારો માટે સામાજિક મીડિયામાં ઝડપથી શેર થઇ રહ્યા છે. વિશ્વભરના દેશોની પ્રતિભાવથી સ્પષ્ટ થાય છે કે ભારત સાથે આ દુઃખના સમયે સમગ્ર વિશ્વ ઊભું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાનના મિસાઈલ હુમલા બાદ દક્ષિણ ઈઝરાયેલમાં સાયરન ગુંજ્યા, નેતન્યાહુએ બોલાવી ઈમરજન્સી બેઠક

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓ બાદ ઈઝરાયેલના દક્ષિણ વિસ્તારોમાં સાયરન ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને ઇલાત અને આસપાસના વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.…

હોર્મુઝની ખાડીમાં તણાવ તેજ: ઈરાન દ્વારા અમેરિકન ઓઈલ ટેન્કર કબજામાં લીધાના અહેવાલો વાયરલ

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે Strait of Hormuz વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તાજેતરના અહેવાલો મુજબ Iranના નૌકાદળે એક અમેરિકન ઓઈલ ટેન્કરને કબજામાં લીધાનો દાવો સોશિયલ મીડિયા અને…