Rajkot : માયાભાઈ આહીરનાં સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર, કહ્યું-“દ્વારિકાધીશથી મોટું કોઈ નથી”

સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ નિવેદનથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આહિર સમાજે આ મુદ્દે સખત વિરોધ નોંધાવ્યો હતો. આજે લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરે પણ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

દ્વારિકાધીશથી મોટું કોઈ નથી: માયાભાઈ આહીર :- દ્વારકાધીશ પર સ્વામિનારાયણ સંપ્રદાયની ટીપ્પણીને લઈને લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરે કહ્યું કે, દ્વારિકાધીશથી મોટું કોઈ નથી મહાદેવ મહાદેવથી મોટું કોઈ નથી. કૃષ્ણમ વંદે જગત ગુરુ અમથું નથી કહેવાયું. સ્વામિનારાય સંપ્રદાયને અપીલ કરી કે સનાતન ધર્મને નિશાન બનાવ્યા વગર તમારી ગાડી હંકારો. સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મને નિશાન બનાવી રહ્યો છે. સ્વામીઓ જાણી જોઈને દ્વારકાધીશથી મોટું થવાનો પ્રયત્ન કરે છે. આ ભગવાન છે આ જગદગુરુ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ જે બોલે છે તે બફાટ નથી, નથી કોઈ ભૂલ પરંતુ જાણી જોઈને કરવામાં આવેલ કૃત્ય છે. સ્વામીઓ બોલે છે તે છાપેલુ બોલે છે.તેમના પુસ્તકોમાં જાણી જોઈને સનાતન ધર્મને લઈને આવું છાપવામાં આવ્યું છે. સ્વામિનારાણના સંપ્રદાયના પુસ્તકોમાં સનાતન ધર્મ વિશે લખવામાં આવેલ લખાણને લઈને પણ બદલાવ કરવાની અપીલ કરી છે. માયાભાઈ આહીરે સ્વામીઓને વિનંતી કરી કે, આવા કૃત્ય થી દૂર રહો.

આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી

ભગવાન દ્વારકાધીશની ધજા, ભગવાન મહાદેવના આર્શીવાદ લઈ સનાતની નિશ્રામા રહીને કામ કરો.પોતાને ઉંચા દેખાડવા અન્યોને નીચા દેખાડવાની જરૂર નથી. તમારું કામ શ્રેષ્ઠ હશે તો જરૂર લોકો તેની નોંધ લેશે જ. આજે સમગ્ર સનાતન ધર્મ તેમની આવી અવળચંડાઈ સાખી ના લેતા સાથે આવ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાય ભવિષ્યમાં આવા કામ ના કરે માટે તેમના રોકવા સનાતની શ્રદ્ધાળુઓ આગળ આવી રહ્યા છે. માયાભાઈ આહીરે સ્વામીઓને અપીલ કરી કે સનાતનને તોડો નહીં, સનાતનની સાથે રહો, સ્વામિનારાયણના સ્વામીઓ અને તેમના પુસ્તકોમાં સનાતન ધર્મને લઈને જે ટીપ્પણીઓ કરવામાં આવે છે તે યોગ્ય નથી, ભારત વર્ષ અખંડ છે, દ્વારકાધીશથી મોટું કોઈ નથી, મહાદેવ મહાદેવ રહેશે તેમને કોઈ ડગાવી શકે નહીં.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *