ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વાહનો માટેના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) ની ફીમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. લાંબા સમય બાદ કરવામાં આવેલા આ વધારાથી હવે PUC કઢાવવું વધુ ખર્ચાળ બનશે.
નવી જાહેરાત મુજબ, PUC ફીમાં રૂ.20 થી લઈને રૂ.50 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ટુ-વ્હીલરથી લઈને ભારે વાહનો સુધી તમામ કેટેગરીમાં લાગુ પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગના વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર તેની સીધી અસર થવાની શક્યતા છે.
નવી અને જૂની PUC ફી (રૂપીયામાં)
| વાહનનો પ્રકાર | જૂની ફી | નવી ફી | વધારો |
|---|---|---|---|
| ટુ-વ્હીલર (બાઈક/સ્કૂટર) | 30 | 50 | 20 |
| થ્રી-વ્હીલર (રિક્ષા) | 50 | 60 | 10 |
| ફોર-વ્હીલર (કાર) | 80 | 130 | 50 |
| ભારે વાહન (બસ/ટ્રક) | 100 | 150 | 50 |
પ્રદૂષણ તપાસવું બન્યું મોંઘું
રાજ્યમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને PUC સેન્ટરના સંચાલકો લાંબા સમયથી ફી વધારાની માંગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા આ માંગને સ્વીકારીને ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જોકે, ખાસ કરીને કાર ચાલકો માટે સીધો રૂ. ૫૦ નો વધારો નોંધપાત્ર ગણાઈ રહ્યો છે.
હવે વાહનચાલકોને પોતાનું વાહન રોડ પર ચલાવવા માટે માન્ય PUC પ્રમાણપત્ર મેળવવા માટે વધુ નાણાં ખર્ચવા પડશે. નિયમ મુજબ જો વાહન પાસે માન્ય PUC ન હોય, તો ટ્રાફિક પોલીસ દ્વારા ભારે દંડ વસૂલવામાં આવે છે. તેથી વધારાની કિંમત હોવા છતાં PUC કઢાવવું હવે અનિવાર્ય બનશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






