મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુરોપમાં પણ તેની અસર જોવા મળી છે. ઈરાનના સમર્થનમાં ઉભેલા “Earthquake Faction” નામના આંતરરાષ્ટ્રીય જૂથે ચેક રિપબ્લિકમાં આવેલી ઈઝરાયલી શસ્ત્રોની ફેક્ટરીમાં આગ લગાવવાનો દાવો કર્યો છે.
પાર્ડુબિસમાં આગજની, કોઈ જાનહાનિ નહીં
આ ઘટના પાર્ડુબિસ શહેરમાં બની હતી, જ્યાં સ્થાનિક કંપની અને Elbit Systems વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ ડ્રોન ઉત્પાદન માટે સેન્ટર બનાવાયું હતું. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મિલકતને નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
શું છે “Earthquake Faction”?
આ જૂથ પોતાને આંતરરાષ્ટ્રીય ભૂગર્ભ નેટવર્ક તરીકે ઓળખાવે છે. તેનો દાવો છે કે તે ઈઝરાયલ માટે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવે છે. જૂથના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરીમાં બનાવાતા શસ્ત્રોનો ઉપયોગ પેલેસ્ટાઇન, લેબનોન અને ઈરાનમાં થાય છે.
એલ્બિટ સિસ્ટમ્સને ધમકી
જૂથે ચેતવણી આપી છે કે તે Elbit Systems અને તેના સહયોગીઓને દુનિયાના કોઈપણ ખૂણે નિશાન બનાવી શકે છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ એવા તમામ માધ્યમોને નષ્ટ કરવા માંગે છે જે હિંસા માટે ઉપયોગમાં લેવાય છે.
તપાસ શરૂ
ચેક સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના આતંકવાદી હુમલા સાથે સંકળાયેલી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





