ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા એરપોર્ટ પરથી રવાના થયા પછી થોડા જ સમયમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો.
ઉડાન અને અંતિમ સંપર્ક
– વિમાન VT-AJV રાંચી એરપોર્ટ પરથી સાંજે 07:11 વાગ્યે ઉડાન ભર્યું.
– છેલ્લો સંપર્ક સાંજે 07:34 વાગ્યે અટાલી વિસ્તાર પાસે થયો.
– પાયલોટની છેલ્લી વાતચીત કોલકાતા ATC (VHF 132.25 MHz) સાથે થઈ, ત્યારબાદ કોઈ સંપર્ક ન રહ્યો.
જંગલમાંથી કાટમાળ મળ્યો
– રાત્રે 08:05 વાગ્યે રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (RCC) સક્રિય.
– સિમરિયાના જંગલ વિસ્તારમાં વિમાનના એન્જિન અને પ્રોપેલર જેવા ભાગો મળ્યા.
-સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું, પરંતુ જંગલ હોવાને કારણે સર્ચ ઓપરેશન મુશ્કેલ.
DGCAની કાર્યવાહી
– ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અનુસાર વિમાન રડાર પરથી ગાયબ થયું.
– રાજ્ય સરકારને જાણ કરવામાં આવી અને SOP મુજબ તપાસ ચાલુ.
– વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અને દુર્ઘટનાના ચોક્કસ કારણો શોધવા માટે સક્રિય દેખરેખ.
-તંત્ર સત્વરે ઘટનાના સંપૂર્ણ તારણ માટે કાર્યરત છે, અને વિમાનના તમામ વિભાગોનું રિકવર કરવાનું કામ ચાલુ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





