વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મહેમાન બનશે અને જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. તેઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે અને આશ્રમમાં અંદાજે 25 મિનિટ સુધી રોકાશે.
આ મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2026 ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિરથી રિવરફ્રન્ટ પતંગોત્સવ સ્થળ સુધી વિશેષ હોર્ડિંગ્સ અને સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાન સવારે 8.30 વાગ્યે આશ્રમ પહોંચશે, ત્યારબાદ 10 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન અને 11.15 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને દેશો વચ્ચેના સહકાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.
દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી જર્મનીના ડેલિગેટ્સ સાથે લંચ કરશે અને ત્યારબાદ 3 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી માટે રવાના થશે.
2014 પછી વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં 19 વૈશ્વિક નેતાઓને ગુજરાતમાં આમંત્રિત કર્યા છે, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્યામિન નેતન્યાહુ, અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુએઇના શેખ મહમ્મદ બિન જાયેદ સહિતના નામ શામેલ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






