ગુજરાતમાં ગુલાબી ઠંડીનો કહેર, અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થિજવતી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. માત્ર કચ્છના નલિયા જ નહીં, પરંતુ કંડલા, અમરેલી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું નોંધાયું છે. પરિણામે વહેલી સવાર અને મોડી રાત્રે લોકોમાં ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે.

રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું 4.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ત્યારબાદ કંડલા એરપોર્ટમાં 8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમરેલી અને રાજકોટમાં 9-9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સ્થિતિને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ તીવ્ર બની છે.

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, બે દિવસ બાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીનું જોર ઘટશે.

આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે 16 જાન્યુઆરી સુધી ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ શક્યતા હાલ દેખાતી નથી.

અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈકાલે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ સવાર અને મોડી રાત્રે અમદાવાદવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ થવાની શક્યતા છે. તાપમાનમાં ઘટાડાને પગલે લોકો ગરમ કપડાં અને સાવચેતી રાખતા નજરે પડી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

    ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

    Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

    વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…