ભારત સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ “ઓપરેશન સિંદૂર”ને લઈને આજે સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાવાનાં ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઓપરેશનની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઓપરેશનના માધ્યમથી ભારતે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક અને નિયંત્રણ રેખાની પાર રહેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી છે. આ હુમલાનો ઉદ્દેશ દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકોના જીવને સુરક્ષિત બનાવવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આજની પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશનની કાળજીપૂર્વક યોજના, અસરગ્રસ્ત સ્થળો, લક્ષિત આતંકી સંગઠનો અને પરિણામોની વિગતો રજૂ થશે. “ઓપરેશન સિંદૂર”એ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ કડિયા પૂરાં પાડ્યા હોવાનો દાવો સંરક્ષણ સૂત્રોએ કર્યો છે.
આ બાબતે દેશભરમાં તર્કવિતર્ક ચાલુ છે અને સમગ્ર દૃષ્ટિ હવે સવારે 10 વાગ્યે થનારી સત્તાવાર જાહેરાત પર કેન્દ્રીત છે.






