બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો પર NDAનો કબજો, વિપક્ષના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા

બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં NDAના તમામ પાંચેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે રાજ્યમાં NDAની રાજકીય પકડ વધુ મજબૂત બની છે. બીજી તરફ, વિપક્ષી મહા ગઠબંધનને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાનમાં હાજર રહ્યા નહોતા.

માહિતી મુજબ, સત્તાધારી NDAના તમામ 202 ધારાસભ્યોએ એકજૂથ થઈને મતદાન કર્યું હતું. જેના કારણે NDAના પાંચમા ઉમેદવાર શિવેશ કુમારને પણ જરૂરી મત મળતા તેમની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

ચૂંટણી દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન માટે આંકડાકીય સ્થિતિ નબળી પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર RJDના ધારાસભ્ય ફૈસલ રહેમાન (ઢાકા બેઠક) મતદાન માટે હાજર રહ્યા નહોતા. ઉપરાંત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પણ મતદાનથી દૂર રહ્યા હતા. જેમાં મનિહારી (કટિહાર) બેઠકના મનોહર પ્રસાદ, વાલ્મીકિ નગર (બઘા) બેઠકના સુરેન્દ્ર કુશવાહા અને ફારબિસગંજ (અરરિયા) બેઠકના મનોજ વિશ્વાસનો સમાવેશ થાય છે.

આ ચાર ધારાસભ્યોની ગેરહાજરીને કારણે મહા ગઠબંધનનો મતઆંક 37 સુધી સીમિત રહી ગયો. જ્યારે NDAના ઉમેદવાર શિવેશ કુમારને 38 મત મળતા તેઓ વિજેતા બન્યા. બીજી તરફ RJDના ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહ (એડી સિંહ) 37 મત સુધી જ સીમિત રહ્યા.

આ પરિણામો બાદ રાજ્યસભાની પાંચેય બેઠકો પર NDAનો કબજો થઈ ગયો છે. NDA નેતાઓએ મતદાન પહેલા જ વિપક્ષમાં ક્રોસ વોટિંગની શક્યતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા નહોતા તે કારણે આ દાવો સાચો સાબિત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચૂંટણીના પરિણામો બાદ બિહારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને મહા ગઠબંધનની આંતરિક એકતા અંગે સવાલો ઊભા થયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રમ્પને આંચકો: જાપાન અને ઓસ્ટ્રેલિયા યુદ્ધ જહાજો મોકલવા તૈયાર નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટના સુરક્ષણ માટે મિત્ર દેશોને યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી હતી. ટ્રમ્પનું માનવું છે કે તેલના માર્ગ માટે આ…

ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણની નવી ગાઇડલાઇન: કોમર્શિયલ અને ઘરેલુ વપરાશ માટે ફાળવણી જાણો

ગુજરાત સરકાર ઘરેલું અને કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ…