રાજ્યમાં ફરી એકવાર કુદરતનો કહેર સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સોમવાર સાંજથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેટલાય શહેરોમાં તબાહી સર્જાઈ હતી. વરસાદ અને પવનના કારણે કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાને કારણે કેટલાય વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
છ લોકોના જીવ ગયા, સૌથી વધુ નુકસાન વડોદરામાં
સોમવારે સાંજે અને રાત્રે પવન સાથે પડેલા ભારે વરસાદમાં વડોદરાના 3 લોકોના મોત, અરવલ્લીમાં 2 લોકોના મોત અને અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ તમામ દુર્ઘટનાઓ પવનના કારણે વૃક્ષો પડવાને કારણે અથવા છત તૂટી પડવાને કારણે ઘટી હોવાનું સૂત્રોએ જણાવ્યું.
કેરી અને ડાંગર સહિતના પાકને મોટું નુકસાન થવાની ભીતિ
જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, અને વલસાડ જિલ્લામાં હાલમાં કેરીનો પાક પૂરતા પ્રમાણમાં પક્વ થઈ ચૂક્યો છે. આવા સમયમાં પડેલા કરા અને પવનથી કેરી સહિતના પાકને ગંભીર નુકસાન થવાની આશંકા છે. ખાસ કરીને કેરીના પાકમાં ફળો બગડી જવાની, ડાંગર, શાકભાજી અને અન્ય હૂંફાળું પાકને નુકશાન જવાની સ્થિતિ પેદા થઇ છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સરકાર તરફથી સહાયની માંગ પણ તેજ બની છે.
આજનું હવામાન એલર્ટ
હવામાન વિભાગ અનુસાર આજે જેથાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં મુખ્ય જિલ્લાઓ છે, કચ્છ, બનાસકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, અરવલ્લી, અમદાવાદ, વડોદરા અને મહીસાગર આ વિસ્તારોમાં ભારે પવનની સાથે કરા પડવાની શક્યતા જણાઈ રહી છે.






