ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ ઊભો થયો છે. બુધવારે મોડી રાત્રે તેહરાનમાં યોજાનારા અંતિમ સંસ્કારને અચાનક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે ઘણી ચર્ચાઓ અને ચિંતાઓનો વિષય બની છે. ઈરાની પ્રશાસન અને ઇસ્લામિક વિકાસ સંકલન પરિષદના જણાવ્યા મુજબ, વિલંબ પાછળનું મુખ્ય કારણ માત્ર લોકોની મોટી સંખ્યા નહીં, પરંતુ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા સંભવિત હુમલાનો ભય છે.
1989માં ખોમેનીના અંતિમ સંસ્કારમાં કરોડો લોકો ઉમટી પડ્યાં હતાં. આ વખતે ખામેનીની લોકપ્રિયતા અને વર્તમાન યુદ્ધની સ્થિતિને જોતા સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે.
અંતિમ સંસ્કાર અને દફનાની યોજના
ખામેનીના વસિયતનામા અનુસાર, તેમનું દફન મશહદમાં ઈમામ રેઝા દરગાહ પાસે કરવામાં આવશે, જે શિયા ઈસ્લામમાં અત્યંત પવિત્ર સ્થાન ગણાય છે. શનિવારે 86 વર્ષની વયે તેમનું અવસાન થયાં પછી ઈરાન તેમના ઈતિહાસના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
તેફરાનના પ્રાર્થના હોલમાં ખામેનીના શબને ત્રણ દિવસ સુધી અંતિમ દર્શન માટે રાખવાની યોજના છે, જેથી દેશભરમાંથી આવતા લોકો તેમને વિદાય આપી શકે. જોકે, ઇઝરાયલી અને અમેરિકન હુમલાની આશંકા કારણે આ પ્રક્રિયા ગુપ્ત અને હાઈ-એલર્ટ હેઠળ રાખવામાં આવી છે.
ક્ષેત્રમાં વધતો તણાવ
ખામેનીના નિધન બાદ ઈરાન વળતાની તૈયારીમાં છે. પાર્થિવ શરીરને મશહદ લઇ જવાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તે પહેલાં, ઈરાનની સરહદો અને આકાશ પર કડક સૈન્ય દેખરેખ ગોઠવી દેવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં થતો વિલંબ ઈરાનની આંતરિક સુરક્ષા નબળાઈ અને વિદેશી શક્તિઓના વધતા પ્રભાવ તરફ સંકેત આપે છે. સમગ્ર વિશ્વ હવે એ જોવાનું રાહ જોઈ રહ્યું છે કે ખામેનીને અંતિમ વિદાય શાંતિપૂર્ણ રહેશે કે નહીં, અથવા નવા સશસ્ત્ર સંઘર્ષની શરૂઆત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





