દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણ માટે મંજૂરી આપી છે. આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયો છે અને દેશમાં અનેક પરિવારોના “ઘરનું સપનું” સાકાર થવામાં મદદ કરશે.
આ મંજૂરી કઈ જગ્યાએ માટે છે?
આ મકાનોના નિર્માણ માટેની મંજૂરી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે, જેમાં સમાવિષ્ટ છે:
આસામ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, મેઘાલય, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ.
યોજના શું છે?
PMAY-Urban 2.0 નો ઉદ્દેશ છે કે શહેરી ગરીબ, મધ્યમ અને નબળા વર્ગના લોકોને પાયાની સુવિધાઓ સાથે પાકા ઘરો મળી રહે.
યોજનાની વિશેષતાઓ:
– 1 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવી
– આગામી 5 વર્ષમાં 1 કરોડ નવા ઘર બનાવવાનો લક્ષ્યાંક
– EWS, LIG, MIG કેટેગરીના પરિવારોને લાભ
– ₹2.5 લાખ સુધીની કેન્દ્રીય સહાય
– ખાસ ધ્યાન મહિલાઓના નામે મકાનના માલિકી અધિકાર પર
કોણ છે પાત્ર?
– યોજનાનો લાભ એવા પરિવારોએ લઈ શકશે:
– જેમની વાર્ષિક આવક નીચે મુજબ હોય:
– EWS: ₹3 લાખ સુધી
– LIG: ₹6 લાખ સુધી
– MIG: ₹9 લાખ સુધી
– પરિવારના કોઈ સભ્યના નામે પાકું મકાન ન હોવું જોઈએ
– 8 લાખ સુધીની લોન પર 4% વ્યાજ સબસિડી
– કુલ રૂ. 1.80 લાખ સુધીની રાહત મળી શકે છે
કેન્દ્ર સરકારની ભાવિ યોજના અને અસર
સરકારે જણાવ્યું હતું કે આ વધારાની મંજૂરીથી PMAY (Urban) અંતર્ગત કુલ મકાનોની સંખ્યા હવે 1.18 કરોડને પાર પહોંચી ગઈ છે. આ ઘરો શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબો અને મધ્યમ વર્ગ માટે રાહત લાવશે. સાથે જ, રોજગાર, ઇન્ડસ્ટ્રીલ ગ્રોથ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ વેગ મળશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






