કોલંબિયામાં સૈન્ય વિમાન દુર્ઘટના: 110 જવાનો સાથે હર્ક્યુલસ ક્રેશ, 90ના મોતથી દેશ શોકમાં

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં એક ભયાનક સૈન્ય વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુતુમાયો પ્રાંતના પ્યુઅર્ટો લેગુઇઝામો વિસ્તારમાં સોમવારે રાત્રે 110 સૈનિકોને લઈ જતું Lockheed C-130 Hercules વિમાન ટેકઓફ બાદ થોડા જ મિનિટોમાં ક્રેશ થયું હતું.

સત્તાવાર માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 90 સૈનિકોના કરુણ મોત થયા છે, જ્યારે આશરે 20 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાન તૂટી પડ્યા બાદ તેમાં ભીષણ આગ ફાટી નીકળતા બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની ગઈ હતી.

સ્થાનિક મીડિયા અલ કોલંબિયાનોના અહેવાલ મુજબ, વિમાન પુઅર્તો લેગુઈઝામો એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે જ અકસ્માતનો ભોગ બન્યું. વિમાનમાં સવાર તમામ લોકો કોલંબિયાના સૈન્ય દળના જવાનો હતા, જે ફરજ પર જઈ રહ્યા હતા.

કોલંબિયાની એરોએસ્પેસ ફોર્સના અધિકારી પેડ્રો આર્નુલ્ફો સાંચેઝએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૈન્ય અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ તકનીકી ખામી અથવા ખરાબ હવામાનને કારણે ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી છે.

આ દુર્ઘટનાને કોલંબિયાના સૈન્ય ઇતિહાસની સૌથી મોટી હવાઈ હોનારતોમાંની એક માનવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત જવાનોને નજીકની લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ઇરાન સાથે યુદ્ધ ટાળવા ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: “ઇરાનના નેતાઓને મારવા હું ઈચ્છતો નથી”

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇરાન સાથે યુદ્ધ ટાળવા અને વાતચીત અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન યુદ્ધને રોકવા માટે વાતચીત કરવા ઈચ્છે છે, જ્યારે ઇરાનના…

અમેરિકાનો યુ-ટર્ન: મિડલ ઈસ્ટ યુદ્ધ કેમ અટક્યું? ટ્રમ્પના નિર્ણય પાછળના મોટા કારણો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ અચાનક યુદ્ધની સ્થિતિમાંથી પીછેહઠ કરી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ Donald Trump દ્વારા માત્ર 8 કલાકની અંદર લેવાયેલા યુ-ટર્ને વૈશ્વિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.…