બદલાપુર MIDCમાં પેસિફિક કેમિકલ કંપનીમાં ભીષણ બ્લાસ્ટ, અંધેરીમાં આગથી બેનાં મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર MIDCમાં રાત્રે 7 જાન્યુઆરીએ ભીષણ દુર્ઘટના ઘટી છે. ખરવાઈ MIDC સ્થિત પેસિફિક કેમિકલ કંપનીમાં સતત 8 થી 10 બ્લાસ્ટ થયા, જે એટલા ભયંકર હતા કે જ્વાળાઓ 2-3 કિમી દૂરથી જોઈ શકાતી હતી.

સ્થાનિકો જણાવતા મુજબ બ્લાસ્ટનો અવાજ 3 કિમી સુધી સાંભળાયો. ધરતી ધ્રૂજતા લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી. ઘટનાની જાણ થતાં બદલાપુર ફાયર ડિપાર્ટમેન્ટની બે ફાયર એન્જિન સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી હતી. ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું, અને સૌભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે રાત્રે ફેક્ટરીમાં સ્ટાફ હાજર નહોતો.

ચીફ ફાયર ઓફિસર દામોદરે કહ્યું, “સાંજે લગભગ 7 વાગ્યાના સમયે પેસિફિક કેમિકલ કંપનીમાં આગ લાગી. હજુ સુધી કોઈ ઘાયલ કે જાનહાનિનો અહેવાલ નથી. આગ પર કાબૂ મળી ચૂક્યો છે અને માહિતી મુજબ વિસ્ફોટ પછી આગ ફાટી નીકળી હતી.”

સાથે, મુંબઈના અંધેરી પૂર્વમાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતા બે લોકોના મોત થયા છે. ત્રીજા માળે આવેલ નારાયણ પ્લાઝા બિલ્ડિંગની ઓફિસમાં લાગી આગને ફાયર વિભાગે લેવલ-1 જાહેર કરીને કાબૂમાં લીધું. ઓફિસમાંથી બે બેભાન લોકોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ બંનેને હોસ્પિટલ લઈ જતાં પહેલાં મૃત જાહેર કરાયા.

હાલમાં બંને ઘટનાના કારણે લોકોમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. બદલાપુર MIDC બ્લાસ્ટના કારણો અંગે તપાસ ચાલુ છે, અને સ્થાનિક ફાયર વિભાગ અને પોલીસ તંત્ર સાવચેતી સાથે તપાસ કરી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…