બેબી અરિહા શાહ: PM મોદીએ જર્મની ચાન્સેલર સાથે કરી વાત, જાણો સમગ્ર મામલો

જર્મનીમાં ભારતીય પરિવાર સાથે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 7 વર્ષીય બાળકી અરિહા શાહ હાલમાં જર્મન પાલક સંભાળ હેઠળ ઉછરી રહી છે. બાળકીના માતા-પિતાએ ન્યાય મેળવવા માટે ભારતમાં અનેક સ્થળોએ માંગણી કરી છે. મામલો એટલો ગંભીર બન્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જર્મની ચાન્સેલર ફ્રેડરિઝ મેર્ઝ સાથે વાતચીત કરી છે. ઉપરાંત, ભારતનું વિદેશ મંત્રાલય તમામ કાનૂની અને માનવતાવાદી પ્રયાસો હાથ ધર્યું છે.

શું છે સમગ્ર મામલો?
સપ્ટેમ્બર 2021માં, જ્યારે અરિહા માત્ર 7 મહિનાની હતી, ત્યારે તેને દાદી દૂધ પીવડાવી રહ્યા હતા. આ દરમિયાન બાળકીને ઈજા પહોંચી હતી. ડાયપર બદલતી વખતે માતાએ લોહી જોયું, જેને કારણે માતાપિતા ચિંતિત થઈ ગયા. બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોને શંકા વ્યક્ત થઈ કે બાળકી પર શોષણ થયો હોઈ શકે છે. ત્યારબાદ બાળકીને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. અહીં તપાસ દરમિયાન ડોક્ટરોને લાગ્યું કે શક્ય છે બાળકીને જાતીય શોષણનો સામનો ન થયો હોય. આ અંગે તાત્કાલીક જર્મન સુરક્ષા એજન્સીને જાણ કરી હતી. એજન્સીએ બાળકીને માતાપિતાથી અલગ કરી કસ્ટડીમાં લીધું અને કાનૂની પ્રક્રિયા શરૂ થઈ.

પોલીસે તપાસ કરીને ડીએનએ ટેસ્ટ અને મેડિકલ તપાસ કર્યા. પરિણામે સાબિત થયું કે બાળકી પર જાતીય શોષણ નથી થયું. 2022ની શરૂઆતમાં પોલીસે માતાપિતા સામેના ફોજદારી કેસ બંધ કરી દીધા, તેમ છતાં ચાઇલ્ડ લાઇન સર્વિસે બાળકીને માતા-પિતાને પાછા આપવાનો ઇનકાર કર્યો. એજન્સીનું કહેવું હતું કે ઈજાઓ માતાપિતાની બેદરકારીના કારણે થઈ હતી, જેના આધારે કોર્ટે બાળકીને પાલક સંભાળમાં મૂકી દીધું.

વિદેશ મંત્રાલયનો અભિપ્રાય
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અરિહા છેલ્લા 40 મહિનાથી જર્મન પાલક પરિવાર સાથે છે અને ભારત સરકારે જર્મની સાથે સતત સંપર્કમાં છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે હવે કાનૂની મુદ્દો પાર થઈ ગયો છે અને હવે માનવતાવાદી દૃષ્ટિએ નિર્ણય લેવા યોગ્ય સમય છે.

ભારત સરકાર, જર્મન અધિકારીઓ, દૂતાવાસ અને અન્ય એજન્સીઓ સાથે સમન્વય સાધીને પ્રયત્ન કરી રહી છે કે અરિહા ભારતીય સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરી શકે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…