ચીનમાં મોટું ધાર્મિક દમન: 30 પાદરીઓની ધરપકડ, અમેરિકાએ કરી સખત નિંદા

ચીનમાં ફરી એકવાર ધાર્મિક સ્વતંત્રતા પર ભારે આરોપ લાગ્યો છે. ચીની સરકારે દેશના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ ચર્ચ નેટવર્ક “ઝિઓન હાઉસ ચર્ચ” સામે કડક કાર્યવાહી કરતાં 30થી વધુ પાદરીઓને ધરપકડ કરી છે.

આ ધરપકડ ખ્રિસ્તી સમુદાય માટે 2018 પછીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકાએ તાત્કાલિક મુક્તિની માંગ સાથે આ કાર્યવાહી સામે ઘાટો વિરોધ નોંધાવ્યો છે.

કોને ધરપકડ કરવામાં આવ્યા?
અગ્રણી પાદરી જિન મિંગરી, જેઓ ઝિઓન ચર્ચના સ્થાપક છે, તેમને દક્ષિણ ચીનના બેહાઈ શહેરથી શુક્રવારની સાંજે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવ્યા હતા. તેમનો ગુનો: માહિતી નેટવર્કનો ગેરકાયદેસર ઉપયોગ, જેમાં 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. ચીનના કાયદા અનુસાર, ઇન્ટરનેટ દ્વારા ધાર્મિક પ્રવૃતિઓ ચલાવવી ગેરકાયદેસર છે.

શું કહે છે પરિવાર અને સમર્થકો?
જિન મિંગરીની પુત્રી ગ્રેસ જિનએ જણાવ્યું કે,”પપ્પાને ડાયાબિટીસ છે, તેમને દવાઓ અને સારવારની જરૂર છે. અમે ખૂબ ચિંતિત છીએ.” તેમણે આરોપ લગાવ્યો કે ધરપકડ થયા બાદ વકીલને મળવાની મંજૂરી પણ આપવામાં આવી નથી, જે હ્યુમન રાઇટ્સના ઉલ્લંઘન સમાન છે.

શા માટે છે મામલો ગંભીર?
– 150થી વધુ ઉપાસકોની પૂછપરછ થઈ
– રવિવારની ઉપાસનાઓમાં પણ પોલીસ દખલ
– 20થી વધુ પાદરીઓ હજુ પણ જેલમાં
– 5 સભ્યોને પૂરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા

અમેરિકા લાલઘૂમ
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ચીનની આ કાર્યવાહીને “ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો” ગણાવ્યો છે અને ઝડપી મુક્તિની માંગ કરી છે.
અહીં નોંધવું રહ્યું કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે ચીન અને અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજો અને ટેક નિયમનને લઈને તણાવ વધી રહ્યો છે.

ચીનનું વલણ ધાર્મિક સ્વતંત્રતાને લઇને
– ચીનમાં તમામ ધાર્મિક સંગઠનો સરકારી નોંધણી હેઠળ ફરજિયાત છે.
– અંધી પસંદગીઓ અને ધાર્મિક ઘરોમાં ચાલતી ઉપાસનાઓ (હાઉસ ચર્ચ) પર સતત દબાણ
– 2018માં પણ ઝિઓન ચર્ચ પર મોટું પોલીસ દરોડું પાડવામાં આવ્યું હતું.

ચીનની તાજેતરની કાર્યવાહીએ ફરી એકવાર ધાર્મિક દમન અને માનવાધિકારના મુદ્દાઓને દુનિયાના મંચ પર ઉઠાવ્યા છે. જ્યાં એક તરફ સરકાર “ગેરકાયદેસર પ્રવૃત્તિ”નો હવાલો આપે છે, ત્યાં બીજી તરફ પશ્ચિમી દેશો અને માનવાધિકાર સંસ્થાઓ તેને વિચાર-અભિવ્યક્તિની આજાદી પર હુમલો માને છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

AI સમિટમાં Jio ના AI ગોગલ્સ માટે થઈ પડાપડી, જાણો શું છે ખાસ

AI ઇમ્પેક્ટ સમિટ આજે, 21 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહી છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત આ વૈશ્વિક AI ઇવેન્ટમાં Jioના AI ચશ્મા માટે લાંબી કતારો લાગી હતી. અહેવાલો…

21મી ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ: માનવીના હૃદયને હૃદયથી જોડવાનું માધ્યમ એટલે માતૃભાષા

કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો…