મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન આવનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને જરૂરી આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં વિવિધ કચેરીઓમાં લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના નિકાલની સમીક્ષા કરી કલેક્ટરએ સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

નાગરિક અધિકારપત્ર અંતર્ગત મળતી અરજીઓ અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ સરકારી કચેરીઓની કામગીરીની તપાસણી કરી સેવાઓ વધુ અસરકારક અને પારદર્શક બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત બાકી રહેલા સરકારી લેણાંની વસૂલાત ઝડપથી કરવા તેમજ સરકારી કર્મચારીઓના પેન્શન સંબંધિત મુદ્દાઓનું યોગ્ય અને સમયસર નિરાકરણ લાવવા અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…