બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના અવસાનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે અવસાન
મળતી માહિતી મુજબ કામિની કૌશલ છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી. સારવાર દરમિયાન જ તેઓએ દુનિયાને અલવિદા કહી દીધી. તેમના જતા તેઓના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ઊંડા શોકમાં છે.
બાળપણથી જ પ્રતિભા સાથે જોડાયેલી સફર
1927ના 24 જાન્યુઆરીએ લાહોરમાં જન્મેલી કામિની કૌશલનું સાચું નામ ઉમા કશ્યપ હતું. બાળપણથી જ તેઓ પ્રતિભાશાળી હતાં. તેમણે પપેટ થિયેટર બનાવીને કામ કર્યું અને ઓલ ઈન્ડિયા રેડિયો માટે અનેક રેડિયો નાટકો પણ રજૂ કર્યા.
નામ બદલાવાનો રસપ્રદ કિસ્સો
ફિલ્મ નિર્માતા ચેતન આનંદ કામિનીને પહેલા રેડિયો પર સાંભળ્યા હતા અને તેમના અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેમણે ઉમા કશ્યપને ફિલ્મ જગત માટે ‘કામિની’ નામ આપ્યું. કારણ કે તેમની પત્નીનું નામ પણ ઉમા હોવાથી ગુંચવણ ટાળવા તેમણે નવું નામ પસંદ કર્યું.
બોલીવુડને યાદગાર ફિલ્મો આપી
કામિની કૌશલે અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેમાં—
– બિરાજ બહુ (1954)
– આરઝૂ (1950)
– શબનમ (1949)
– જીદ્દી (1948)
– આગ (1948)
– નદી કે પાર (1948)
– શહીદ (1948)
તાજેતરના સમયમાં તેઓ શાહરુખ ખાનની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં દાદીની ભૂમિકામાં પણ જોવા મળ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






