ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ, તબિયત હાલ સુધારા હેઠળ

ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે અન્વયે જણાવવાનું કે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત 300 થી 350 મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર સેફટી સાધન પહેરીને પિયરની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થળે ન લગાવતા કામગીરી દરમિયાન અકસ્માતથી લપસીને નીચે પડેલ ગયો હતો.

આ દરમિયાન ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ તથા જીગરભાઈ સ્થળ પર હાજર હતા.આ ઘટનાને કારણે મજુરને કમરના ભાગમાં તથા પગના ભાગમાં ફેકચરની ઈજા થવા પામી છે. ઇજારદાર દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એમ વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર ઇજાર દાર દ્વારા નિયમ અનુસાર આ મજૂરનું ઇન્સ્યોરન્સ કરાવેલ છે તે અંતર્ગત મજુરની આ સારવાર આવરી લેવામાં આવેલ છે. જેથી આ ઘટનાને કારણે મજૂરના કૌટુંકબીજનો પર વધારાનો નાણાકીય બોજ પડ્યો નથી. હાલ મજુરની સારવાર દરમિયાન ઇજારદારનો 1 વ્યક્તિ હોસ્પિટલમાં મજૂર ની સાથે સાર સંભાળ માટે રાખેલ છે. ઈજા પામેલ મજુરની તબિયત હાલમા સુધારા હેઠળ છે. આ બ્રીજની કન્સ્ટ્રક્શનની કામગીરી જરૂરી સેફટી સાથે જ કરવામાં આવે છે જેની નોંધ લેવા વિનંતી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…