G7 બેઠકમાં જયશંકરે ગુટેરેસ સાથે નોંધાવી મહત્વપૂર્ણ ચર્ચા, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની ભૂમિકા પર ભાર

G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ, પ્રદેશીય તણાવ અને બહુપક્ષીય વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઇ. જયશંકરે ગુટેરેસને ભારતના વિકાસ માટે સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ગુટેરેસને જલ્દી જ ભારતમાં સ્વાગત કરવાની આશા છે. ભારત આ બેઠકમાં વિશેષ આમંત્રિત દેશ તરીકે સામેલ છે.

ઉર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનીજો પર ભારતનો દૃષ્ટિકોણ
જ્યારે ઉર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનીજો પર ચર્ચા થઇ, ત્યારે જયશંકરે વિશ્વને સપ્લાય ચેઈનમાં નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાત અને તેને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે નીતિગત ચર્ચા સારી છે, પરંતુ હકીકતામાં ફેરફાર ત્યારે જ થશે જ્યારે નીતિઓ લાગુ કરવામાં આવશે. ભારત આ દિશામાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે તૈયાર છે.

સમુદ્રી સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક સહયોગ
જમશંકરે સમુદ્રી સુરક્ષા અને સમૃદ્ધિ પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ભારત મહાસાગર દૃષ્ટિકોણ હેઠળ અને ઇન્ડો-પેસિફિક સહકાર હેઠળ સમુદ્રી ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો, સમુદ્રની નીચેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા, અને ચોરી, તસ્કરી અને ગેરકાયદે માછીમારી સામે વૈશ્વિક સ્તરે વધુ સમન્વય માટે આગળ આવી રહ્યું છે. દેશ “ફર્સ્ટ રિસ્પોન્ડર” તરીકે ઊભર્યો છે અને અન્ય દેશો સાથે રાહત અને બચાવ અભિયાન માટે ભાગીદારી મજબૂત બનાવી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ…

હિમાચલમાં હિમવર્ષાનું રૌદ્ર સ્વરૂપ: રોહતાંગ અને અટલ ટનલ પર 5 ફૂટ બરફ, IMD દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરના કારણે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિએ અનેક પર્યટન સ્થળોએ ભારેથી…