Donald Trumpની ધમકી પર ઈરાનનો કડક જવાબ, રાષ્ટ્રપતિએ કહ્યું – ‘હુમલો કર્યો તો ભારે કિંમત ચૂકવવી પડશે’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી કડક ચેતવણી બાદ મધ્ય પૂર્વની રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ટ્રમ્પે ઈરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને લઈને કડક ભાષા વાપરી હતી. હવે આ નિવેદન પર ઈરાને પણ પલટવાર કર્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા જણાવ્યું છે કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો જવાબ એટલો જ કડક અને જોખમી હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે અમેરિકાનું નામ લીધા વગર કહ્યું કે, “ઈસ્લામિક ગણરાજ્ય ઈરાન પર કોઈપણ દમનકારી હુમલો કરાશે તો તેનો જવાબ એવો હશે કે હુમલો કરનારને પસ્તાવો થશે.”

ટ્રમ્પની કડક ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન ફરીથી પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરશે અથવા બેલિસ્ટિક હથિયારોનો જથ્થો વધારશે, તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરવા પાછળ નહીં હટે. તેમણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં ઈરાનને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવશે. જોકે સાથે સાથે ટ્રમ્પે ઈરાનને વાતચીત અને કરારનો માર્ગ અપનાવવાની પણ સલાહ આપી હતી.

નેતન્યાહૂ સાથે બેઠક બાદ નિવેદન
ફ્લોરિડામાં પોતાના રિસોર્ટ ખાતે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે બેઠક પહેલા ટ્રમ્પે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે તેમને માહિતી મળી છે કે ઈરાન ફરી પરમાણુ કાર્યક્રમ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો આવું થશે તો અમેરિકા ફરી એકવાર તે કાર્યક્રમને ખતમ કરશે.

મધ્ય પૂર્વમાં તણાવ યથાવત
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ તણાવપૂર્ણ માહોલ છે અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેના સંબંધો વધુ બગડ્યા છે. બંને તરફથી આપવામાં આવેલી કડક ચેતવણીઓના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે અને વૈશ્વિક રાજનીતિ પર તેની અસર પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો…