મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકી નૌકાદળનું અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ હવે ઈરાનની નજીક આવેલા યુએસ સેન્ટ્રલ કમાન્ડ વિસ્તારમાં પહોંચી ગયું છે. આ પગલાથી પ્રદેશમાં યુદ્ધના માહોલને લઈને ચિંતા વધી છે.
આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇને લઈને મોટા દાવા સામે આવ્યા છે. અહેવાલો મુજબ ખામેનેઇ હાલ તેહરાનમાં એક અતિ સુરક્ષિત બંકરમાં છુપાયેલા છે અને સંભવિત હુમલાના ભય વચ્ચે તેમણે પોતાના ઉત્તરાધિકારીનું નામ પણ જાહેર કરી દીધું હોવાની અટકળો તેજ બની છે.
અમેરિકા સ્થિત એક્ટિવિઝમ વેબસાઇટ “Israel War Room”એ દાવો કર્યો છે કે બોમ્બ હુમલાના ખતરા વચ્ચે ખામેનેઇએ બંકરમાંથી પોતાના ઉત્તરાધિકારીને લઈને નિર્ણય લીધો છે. વેબસાઇટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “અમે માનીએ છીએ કે આગામી નેતા આ પદને કામચલાઉ માને અને પરિસ્થિતિ મુજબ નિર્ણય લે.”
સોશિયલ મીડિયા પર આ દાવાઓ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જો કે ઈરાન તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ, મધ્ય પૂર્વમાં વધતી અમેરિકી નેવી હાજરીને કારણે ઈરાન પર દબાણ સતત વધી રહ્યું છે.
વિશ્લેષકો ખામેનેઇની હાલની સ્થિતિની સરખામણી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સાથે કરી રહ્યા છે, જેમણે સત્તા ગુમાવવાની આશંકા વચ્ચે સુરક્ષિત સ્થળોમાં આશ્રય લીધો હતો. અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે વિશ્વની નજર એ પર ટકી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે આગળ શું થાય છે અને આ તણાવ ક્યાં સુધી પહોંચે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






