IPL 2025: BCCI એ શુભમન ગિલ સામે કરી મોટી કાર્યવાહી… ફટકાર્યો મોટો દંડ

IPL 2025ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સ એ દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સનો હીરો જોસ બટલર હતો, જેણે અણનમ 97 રન બનાવ્યા હતા. બટલરની યાદગાર ઇનિંગ્સના આધારે ગુજરાતે 4 બોલ બાકી રહેતા 204 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ જીત સાથે, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. આ મેચ ૧૯ એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જેમાં BCCI એ ગિલ સામે કાર્યવાહી કરી છે.

આ મેચ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ સામે કાર્યવાહી કરી છે. શુભમન ગિલને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં સાત રન બનાવ્યા બાદ રન આઉટ થયેલા શુભમન ગિલ એવા કેપ્ટનોની યાદીમાં જોડાયા છે જેમને સમાન દંડ ફટકારવામાં આવ્યો હતો. આ યાદીમાં હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, અક્ષર પટેલ, સંજુ સેમસન, રજત પાટીદાર અને અક્ષર પટેલ પહેલાથી જ પ્રવેશી ચૂક્યા છે.

ગિલને 12 લાખનો દંડ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેચ દરમિયાન ધીમો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.’ રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્લો ઓવર-રેટ સંબંધિત IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ આ તેની ટીમનો સિઝનનો પહેલો ગુનો હતો, તેથી શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.’

Related Posts

પંચાંગ /19 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

જનરલ હોસ્પિટલ આણંદ અને આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયો ‘આરોગ્ય તપાસ કેમ્પ’

સરકારી અધિકારીઓ કર્મચારીઓ કચેરી કામગીરીની સતત વ્યસ્તતાને કારણે ઘણીવાર કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. જે ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી,આણંદના બીજા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *