IPL 2025: ચેપોકમાં SRHનો ઐતિહાસિક વિજય, CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવ્યું

IPL 2025માં શુક્રવારે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ચેપોક સ્ટેડિયમમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતી CSKની ટીમ 20 ઓવરમાં 154 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો.

હર્ષલ પટેલની ઘાતક બોલિંગ
હૈદરાબાદ તરફથી હર્ષલ પટેલે 4 વિકેટ લઈને ચેન્નઈની પારીને શરુઆતથી જ દબાણમાં મુકી દીધી. પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટે પણ મહત્વપૂર્ણ 2-2 વિકેટ ઝડપી. મોહમ્મદ શમી અને કમિન્દુ મેન્ડિસે 1-1 વિકેટ મેળવીને દબદબો બનાવ્યો જવાબમાં, ઇશાન કિશને શાનદાર બેટિંગ કરી ટીમને વિજય સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે મહત્વપૂર્ણ રન બનાવી SRH માટે જીતનો રસ્તો સરળ કર્યો.

ચેન્નઈની સંઘર્ષભરી પારી
ચેન્નઈ માટે શેખ રશીદ અને શિવમ દુબે થોડી વખત ટકી શક્યા, પરંતુ SRHના બોલર્સ સામે તેઓ સતત દબાણમાં રહ્યા. ધોનીના નેતૃત્વમાં CSK ફરી એકવાર ઘરઆંગણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, અને આ પરાજય ટીમ માટે આ સિઝનમાં પહેલો નહીં, પરંતુ સાતમો પરાજય છે.

ચેન્નઈમાં SRHનો પહેલો વિજય
આ જીત સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈના ચેપોક મેદાનમાં પોતાનો પહેલો વિજય નોંધાવ્યો છે, જે ટીમ માટે મોરાલ બૂસ્ટર સાબિત થશે. CSK માટે હવે દરેક મેચ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે તેઓ પોઈન્ટ્સ ટેબલમાં પાછળ ધકાય રહ્યા છે.

પ્લેઈંગ ઇલેવન:

SRH: અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અનિકેત વર્મા, કમિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (c), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, મોહમ્મદ શમી.
CSK: શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરાન, રવીન્દ્ર જાડેજા, ડીવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની (c/wk), દીપક હુડા, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.

Related Posts

MS ધોનીના ફેન્સ માટે મોટી અપડેટ: IPL 2026માં ધારાવાહિક નંબર 7 બદલવાની સંભાવના

IPL 2026 પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એમએસ ધોની પોતાની આઈકોનિક જર્સી નંબર 7 છોડતો જોવા મળે છે. આ સમાચારથી ધોનીના ફેન્સ આ પાછળનું કારણ…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *