‘ઇન્ડિયન આઇડલ 12’ વિજેતા પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત: હાલત નાજુક, ICUમાં સારવાર ચાલુ

‘ઇન્ડિયન આઇડલ 12’ના વિજેતા અને લોકપ્રિય ગાયક પવનદીપ રાજનનો મુરાદાબાદ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. અમદાવાદમાં મ્યુઝિકલ શો માટે જતાં સમયે તેમની કાર રાત્રે ડમ્પર સાથે અથડાઈ હતી. દુર્ઘટનાની તીવ્રતા એટલી વધુ હતી કે પવનદીપ, ડ્રાઈવર અને તેમના મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ ત્રણેયને નોઈડાની ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને પવનદીપની હાલત નાજુક જણાવાઈ છે.

 

કેવી રીતે થયો અકસ્માત?:- સોમવારની વહેલી સવારે લગભગ 3:40 વાગ્યે, પવનદીપ તેમના વતન ચંપાવતથી દિલ્હી એરપોર્ટ જઇ રહ્યા હતા, જ્યાંથી તેમને અમદાવાદ આવવાનું હતું. પરંતુ ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપાલા ક્રોસિંગ ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે MG Hector કાર ડમ્પર પાછળ અથડાઈ ગઈ. ડ્રાઈવર રાહુલ ઝોકું આવી જતાં કાર સીધી ડમ્પર પાછળ જઈ અથડાઈ.

 

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્રણે ઘાયલને હોસ્પિટલમાં ખસેડ્યા. તાત્કાલિક સારવાર બાદ તેમને મુરાદાબાદથી ડિડૌલી અને ત્યાર બાદ નોઈડા ખાતે રેફર કરવામાં આવ્યા. પવનદીપના ડાબા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે.

 

ફેન્સમાં ચિંતાનો માહોલ:- પવનદીપના સ્વાસ્થ્યને લઈને તેમના ચાહકો ખૂબ જ ચિંતિત છે અને સોશિયલ મીડિયામાં તેમના માટે દુઆઓ થઈ રહી છે. પવનદીપના મેનેજરે જણાવ્યું છે કે હાલ તેઓ સતત ડોક્ટરની નજર હેઠળ છે અને ટૂંક સમયમાં વધુ સારી સારવાર માટે મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

 

પવનદીપનું સંગીતયાત્રા સફર:- પવનદીપ રાજન માત્ર ‘ઇન્ડિયન આઇડલ 12’નો વિજેતા જ નથી, પરંતુ તેઓ પહેલા ‘ધ વોઇસ ઇન્ડિયા’ (2015) ના વિજેતા પણ રહી ચૂક્યા છે. તેમના મ્યુઝિક કરિયરમાં અત્યારસુધીમાં 1200થી વધુ લાઈવ શો, 13 દેશોમાં પરફોર્મન્સ અને અનેક મ્યુઝિક પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. હિમેશ રેશમિયાએ તેમને 10 ગીતોની ઓફર આપી છે અને બપ્પી લહેરીએ સોનાની ચેઇન ભેટ આપી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન,2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક Zero Waste

GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન, 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતી પદયાત્રાના માર્ગો પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરવામાં આવશે, જ્યારે 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રા દરમિયાન સિંગલ…

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ… Severe Commuter Frustration 2026

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ, બસ સ્ટેન્ડ રોડ પર શટલ રિક્ષાઓનો અડિંગો; તંત્રની કામગીરી સામે સવાલો Halvad: મોરબી જિલ્લાના Halvad શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને સરા નાકા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ બસ સ્ટેન્ડ રોડ પર હાઇસ્કૂલ નજીક ધાંગધ્રા તરફ જતી શટલ રિક્ષાઓ રોડ પર જ ઉભી રાખવામાં આવતી હોવાના કારણે પણ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે Halvad શહેરમાં ટ્રાફિક જવાનોની હાજરી હોવા છતાં રોડ ઉપર બેફામ પાર્કિંગ અને નિયમોના ભંગ સામે અપેક્ષા મુજબની અસરકારક કાર્યવાહી થતી નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *