IND vs NZ: અંબાતી રાયડુએ ટીમ ઈન્ડિયાને ફાઈનલ જીતવા માટે આપ્યો આ અદ્ભુત આઈડિયા

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 માર્ચે દુબઈમાં રમાશે. આ મોટી મેચ પહેલા ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડના ત્રણ ખેલાડીઓ (મિશેલ સેન્ટનર, રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે) ભારત માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. મિશેલ સેન્ટનર ન્યુઝીલેન્ડના સૌથી અનુભવી સ્પિનરોમાંથી એક છે. તે નવા અને જૂના બોલ સાથે શાનદાર બોલિંગ કરી શકે છે. ખાસ કરીને ધીમી પીચો પર તે ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો ભારતે ફાઈનલ મેચ જીતવી હશે તો સેન્ટનરને સાવચેતીથી રમવું પડશે.

આ પણ વાંચો :- ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…”

ટોપ ઓર્ડરમાં હલચલ મચાવી શકે છે રચિન રવિન્દ્ર :- રચિન રવિન્દ્ર આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. તે ઝડપી અને સ્પિન બોલિંગ બંને સામે સારી બેટિંગ કરે છે. તેણે આ પહેલા પણ મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો ભારતે ન્યુઝીલેન્ડને ઓછા સ્કોર સુધી રોકવું હશે તો રચિન રવિન્દ્રને વહેલો આઉટ કરવો જરૂરી બનશે.

ડેવોન કોનવેને અવગણી શકતા નથી :- ડેવોન કોનવે ન્યુઝીલેન્ડના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાંના એક છે. તે નવા બોલને સારી રીતે રમે છે અને લાંબા સમય સુધી પિચ પર ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. જો તે ફાઈનલમાં સેટ થઈ જશે તો ભારતીય બોલરો માટે તેને રોકવો મુશ્કેલ થઈ શકે છે.

આ પણ વાંચો :- મુંબઇ હુમલાના ઓરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકન કોર્ટે આપી મંજુરી

ટીમ ઈન્ડિયાએ સતર્ક રહેવું પડશે :- અંબાતી રાયડુએ કહ્યું કે જો ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી હોય તો આ ત્રણ ખેલાડીઓ સામે યોગ્ય રણનીતિ બનાવવી પડશે. ભારતીય બોલરોએ ખાસ કરીને સેન્ટનર, રચિન રવિન્દ્ર અને કોનવે સામે આક્રમક રીતે રમવું પડશે. ફાઈનલ મેચ રોમાંચક બનવા જઈ રહી છે અને ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *