ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની આજે ત્રીજી મેચ હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે રમાઈ રહ્યો છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર અને જીતેશ શર્મા રમી રહ્યા છે.
કેનબેરામાં બંને ટીમો વચ્ચેની T20 સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં T20 મેચ 4 વિકેટે જીતી હતી. હવે, આ મેચ જીતવી ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતનું પલડું ભારે
T20 ક્રિકેટના ઇતિહાસમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 34 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાએ 20 મેચ જીતી હતી, જ્યારે કાંગારુઓએ 12 મેચ જીતી હતી. બે મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. આનો અર્થ એ થયો કે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનું પલડું ભારે છે.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (H2H)
કુલ T20I મેચ: 34
ભારત જીત્યું: 20
ઓસ્ટ્રેલિયા જીત્યું: 12
ડ્રો: 2
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ 11:
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મિશેલ ઓવેન, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ, મેથ્યુ કુહનેમેન અને સીન એબોટ.
ભારતીની સંભવિત પ્લેઇંગ 11:
શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






