ઉત્તર-પૂર્વી નેપાળના દોલખા જિલ્લામાં સોમવારે, 3 નવેમ્બર ૨૦૨૫ના સવારે યાલુંગ રી (5630 મીટર) પર્વતના બેઝ કેમ્પ પર અચાનક ભયાનક હિમપ્રપાત સર્જાયો. આ દુર્ઘટનામાં 15 પર્વતારોહકોની ટીમનો સમાવેશ થતો હતો. હિમપ્રપાતની ઘટનાઓમાં 7 પર્વતારોહકોનાં મોત થયા છે, જ્યારે 4 ઘાયલ છે અને અન્ય 4 હજુ લાપતા છે.
મૃતકોમાં વિદેશી અને નેપાળી પર્વતારોહકો સામેલ
ડીએસપી જ્ઞાન કુમાર મહતોએ જણાવ્યું કે, મૃતકોમાં 5 વિદેશી નાગરિકો અને 2 નેપાળી ગાઇડનો સમાવેશ થાય છે:
– 3 અમેરિકન નાગરિક
– 1 કેનેડિયન નાગરિક
– 1 ઇટાલિયન નાગરિક
– 2 નેપાળી ગાઇ
ઘાયલ 4 પર્વતારોહકોને સારવાર માટે ખસેડવામાં આવી રહી છે. લાપતા પર્વતારોહકોની શોધખોળ માટે નેપાળ આર્મી અને પોલીસ દ્વારા ઓપરેશન ચાલુ છે.
બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ
દુર્ઘટનાની જાણ થતાં જ નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળ અને જિલ્લા પોલીસ ટીમોને બચાવ માટે મોકલવામાં આવ્યા. પણ, હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યા ન હતા. આ બનાવના નજીકનું ગામ “ના: ગાઉં” છે, પરંતુ ભારે બરફવર્ષાના કારણે ત્યાંના રહેવાસીઓ નીચેના વિસ્તાર “બેદિંગ” ખાતે સ્થળાંતરિત થયા હતા. આ કારણે રાહત કામગીરી શરૂ કરવા માટે સત્તાવાળાઓને મોડી જાણ મળી.
બચાવ કામગીરી સોમવાર સાંજથી અંધારાના કારણે અટકાવી દેવામાં આવી હતી, જે મંગળવારે સવારે ફરી શરૂ થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






