B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 :કૃષિ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર ખેડૂતોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન તથા ક્રિભકોના (Krishak Bharati Cooperative Limited) ડાયરેક્ટર બિપીન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે ભારતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ શુભ પ્રસંગે B INDIAની ટીમનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમણે આ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સમારોહમાં ઉપસ્થિત ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક ખેડૂતએ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ પ્રકારના સન્માનથી પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું.
આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો નહોતો, પરંતુ કૃષિ ક્ષેત્રે ખેડૂતોએ કરેલી મહેનત, નવી ટેક્નોલોજી અપનાવવાની તત્પરતા અને દેશના આર્થિક વિકાસમાં આપેલા યોગદાનને ઉજાગર કરવાનો એક પ્રયત્ન હતો.
બિપીન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ખેડૂત દેશની આર્થિક રીડ છે. તેમની મહેનત અને સમર્પણના કારણે જ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.” તેમણે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને પાણી સંરક્ષણ તરફ વધુ ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા. આવો સમારોહ ખેડૂતો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યો છે અને ભવિષ્યમાં વધુ ઉત્તમ કાર્ય કરવા માટે તેમને પ્રોત્સાહન આપે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





