જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ એ જ કામ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોએ હંમેશાં રાષ્ટ્રહિતની ભાવના સાથે સેવાકાર્યો કર્યા છે

આ પ્રસંગે પૂજ્યતેજેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ રાજકારણમાં જ્યારે ધર્મનાં મૂલ્યોનું પાલન કરવામાં આવે ત્યારે તે શોભી ઊઠે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં રાજકારણમાં ધર્મને આગળ રાખ્યો છે.ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જનતા ખૂબ સુખી થાય, એવા આશીર્વાદ પણતેજેન્દ્રપ્રસાદજીએ આપ્યા હતા.

આ પ્રસંગે આચાર્યકૌશલેન્દ્રપ્રસાદ મહારાજ,લાલજી મહારાજ, સ્થાનિક ધારાસભ્યબાબુ જ. પટેલ, કાલુપુર અને જેતલપુર સહિતના ધામના વરિષ્ઠ સ્વામીઓ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    અમદાવાદનો ઐતિહાસિક વિજય : India Officially Awarded Hosting Rights for CWG 2030

    ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સોંપાઈ. ધ્વજ અને બેટન હસ્તાંતરણ સાથે ગુજરાત અને ભારતે વૈશ્વિક રમતગમતના નવા યુગમાં પ્રવેશ કર્યો. અમદાવાદ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ ભારતના રમતગમતના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ ઉમેરાઈ છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના ભવ્ય સમાપન સમારોહમાં સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન અમદાવાદને સોંપવામાં આવ્યા, જેના સાથે જ વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદની ઐતિહાસિક સફરનો પ્રારંભ થયો છે. આ ક્ષણ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની બાબત છે. વિશ્વના અનેક દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં થયેલા આ સમારોહે ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે. ગ્લાસગોથી અમદાવાદ સુધીની ઐતિહાસિક બેટન યાત્રા કોમનવેલ્થ ગેમ્સની પરંપરા…

    ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

    ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…