બોટાદ: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ના પવિત્ર આંગણે ગૌ-સેવાનું ભવ્ય મહાપર્વ ઉજવાયું, જેમાં ભક્તિ અને સેવા બંનેનો અનોખો સંગમ જોવા મળ્યો. આ પ્રસંગ ખાસ કરીને અંબાણી પરિવારના અનંત અંબાણી ના 31 મા જન્મદિન નિમિત્તે વધુ વિશેષ બની ગયો.
આ પવિત્ર અવસરે સાળંગપુર ખાતે ભારતની સૌથી આધુનિક ગૌશાળાઓમાંથી એકનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 28 એકર વિસ્તારમાં ફેલાયેલ આ વિશાળ ગૌશાળા સ્વીડનની 130 વર્ષ જૂની પ્રસિદ્ધ DeLaval કંપનીના ટેક્નોલોજીકલ સહયોગથી તૈયાર થઈ રહી છે. લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે બનતી આ ગૌશાળા ગૌસેવામાં એક નવા ધોરણની સ્થાપના કરશે.
આ ગૌશાળામાં 500 જેટલી ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં સ્વચ્છતા, આરોગ્ય સંભાળ, પોષણ અને આરામ માટે આધુનિક વ્યવસ્થાઓ હશે. ખાસ વાત એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર ‘મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે અને તેમાં અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવ્યો નથી.
આ પ્રસંગે દાદાના આશીર્વાદ સાથે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી. આ યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ ગૌ-સેવા અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણીનું પ્રતિબિંબ હતો.
અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ અને સેવા પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આવનારી પેઢીઓ માટે આ પહેલ સંસ્કાર, સેવા અને પરંપરાનો સંદેશ આપતી રહે તેવી અપેક્ષા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






