અમદાવાદ, 12 ડિસેમ્બર 2025:
ગુજરાતના 18મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કરીને લોકકેન્દ્રિત નીતિઓ દ્વારા ગુજરાતને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળ આયોજન
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળ આયોજન કર્યું. પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં – ઉત્તર, દક્ષિણ, મધ્ય અને કચ્છ-સૌરાષ્ટ્રમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ યોજાઈ, જે સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝન સાથે સંરેખિત કરે છે.
સંકટ વ્યવસ્થાપનનો દાખલો
વર્ષ 2025માં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં મુખ્યમંત્રીએ સંવેદનશીલ અને ઝડપી નેતૃત્વ આપ્યું. રાજ્યની તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ ઓપરેશન, સારવાર અને સહાય વડે સંકટ વ્યવસ્થાપનનો અનુપમ દાખલો પૂરો પાડ્યો.
શહેરી વિકાસ વર્ષ

વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું. રાજ્યના શહેરોને વિશ્વ સ્તરીય, આધુનિક, હરિત અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરાયા. સ્માર્ટ સિટી મિશન હેઠળ 348 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા, જ્યારે અમદાવાદ મેટ્રો ફેઝ-2નું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા થયું.
રમતગમત ક્ષેત્રે ગૌરવ

ગુજરાતે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને ખેલાડીઓને અનુકૂળ નીતિઓ આપી. ખેલ મહાકુંભ 3.0માં 71 લાખથી વધુ લોકોએ ભાગ લીધો. રાજ્યને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનો ગૌરવ પ્રાપ્ત થયો.
કૃષિ કલ્યાણ

- કિસાન સૂર્યોદય યોજના હેઠળ 16,899 ગામોને દિવસે વીજળી
- ભારે વરસાદથી થયેલા પાક નુકસાન માટે રૂ.947 કરોડનું રાહત પેકેજ
- કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડનું પેકેજ, 33 લાખ ખેડૂતોને લાભ
- ટેકાના ભાવે ખરીદીની જાહેરાતથી 10 લાખથી વધુ ખેડૂતોને ફાયદો
- શૂન્ય ટકાના દરે પાક ધિરાણ હેઠળ 33 લાખથી વધુ ખેડૂતોને રૂ.3030 કરોડથી વધુની વ્યાજ સહાય
મહિલા સશક્તિકરણ

- લખપતિ દીદીની સંખ્યા 5.96 લાખ
- નારી ગૌરવ નીતિ-2024 જાહેર
- જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર
- ‘જી-સફલ’ યોજના લોન્ચ કરીને સ્વસહાય જૂથોને નાણાકીય સહાય
આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ

- ‘મુખ્યમંત્રી અમૃતમ’ યોજના હેઠળ સહાય રૂ.5 લાખથી વધારીને રૂ.10 લાખ
- 1.15 કરોડ વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ
- માતા મૃત્યુ દરમાં 50% અને બાળમૃત્યુ દરમાં 57% ઘટાડો
- નમો શ્રી યોજના હેઠળ 3.88 લાખ માતાઓને રૂ.238 કરોડની સહાય
- 465 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને દેશભરમાં પ્રથમ સ્થાન
શિક્ષણ ક્ષેત્રે વિકાસ

- મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ હેઠળ 13,353 નવા વર્ગખંડો, 21,000 કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ
- AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમથી ડ્રોપઆઉટ અટકાવવાનો પ્રયાસ
- નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.1000 કરોડથી વધુ સહાય
આદિજાતિ અને યુવા વિકાસ

- આદિજાતિ કલ્યાણ માટે રૂ.746 કરોડનો વધારો
- ખેલ મહાકુંભ, નેશનલ ગેમ્સ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન
- સ્ટાર્ટઅપ્સને રૂ.23 કરોડથી વધુ સહાય
સુશાસન અને સુરક્ષા

- ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર
- 112 જનરક્ષક પ્રોજેક્ટ શરૂ
- છેલ્લા 3 વર્ષમાં રૂ.5426 કરોડના ડ્રગ્સ જપ્ત
- GP-DRASTI પ્રોજેક્ટથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત
અગ્રેસર ગુજરાત

- ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત પ્રથમ સ્થાન
- યુનેસ્કોએ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ જાહેર કર્યો
- કચ્છના સ્મૃતિવન મ્યુઝિયમને વિશ્વના 7 સુંદર મ્યુઝિયમમાં સ્થાન
- પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ
ત્રણ વર્ષના આ વિકાસ યજ્ઞે ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બનાવી છે.






