શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મૉડલ, જાણો વિગત

ગુજરાત સરકારે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્ય સરકાર ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું લક્ષ્ય ધરાવે છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ચ સરકાર મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવાની સાથે નવા ગ્રીન સ્પેસના નિર્માણ તેમજ 100 લિગસી વેસ્ટના નિકાલ માટે પ્રતિબદ્ધ છે.

ગુજરાતે હંમેશા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપ્યું છે, જેના ભાગરૂપે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશે, જેમાં બાગ-બગીચા, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે સ્પન્જ પાર્ક્સ અને અર્બન ફોરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. હાલ આ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓ હેઠળ છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કુલ 340થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 146 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે.

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 90 લાખ વૃક્ષોનું વાવેતર પૂર્ણ
આ ઉપરાંત, શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના શહેરોને હરિયાળા બનાવવાની દિશામાં 99 લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓમાં આશરે 90 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

કૅચ ધ રેઇન: વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં 4.19 લાખ કિલોલિટરનો વધારો
ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા માટે કૅચ ધ રેઇન પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓમાં કુલ આશરે 2,900 રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે શહેરોમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં આશરે 4.19 લાખ કિલોલિટરનો વધારો થયો છે. આ ઉપરાંત, 2,603 પ્રોજેક્ટ્સ હાલ અમલમાં છે, 1,230 પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને 6,642 નવા પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.

આ સાથે તળાવોના રિડેવલપમેન્ટ અને પુનઃસ્થાપન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષ–2025 અંતર્ગત કુલ 140 લેકફ્રન્ટ પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી 54 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે, 57 પ્રોજેક્ટ્સ હાલ ચાલી રહ્યા છે, 9 પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને 20 પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.

રાજ્યમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ
રાજ્ય સરકારે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં 285થી વધુ સોલાર પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેથી શહેરોમાં નવનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધારી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાય. આ ઉપરાંત, ગંદા પાણીના પુનઃઉપયોગ માટે 20 રિયુઝ ઑફ ટ્રીટેડ વેસ્ટ વોટર (RTWW) પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેમાં અંદાજે 656 મિલિયન લિટર પ્રતિ દિન (MLD) પાણી પુનઃઉપયોગ માટે ઉપલબ્ધ બનશે.

આ ઉપરાંત, શહેરી પ્રદૂષણ સામે હવાની ગુણવત્તા સુધારવા માટે શહેરી વિકાસ વિભાગ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને આવરી લેતા ‘ક્લીન એર ઍક્શન પ્લાન્સ’ને લૉન્ચ કરવાનો લક્ષ્યાંક પણ ધરાવે છે. રાજ્યની બાકી રહેલી ચાર મોટી મહાનગરપાલિકાઓ ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર માટે પણ ક્લીન એર ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટના નિકાલનું લક્ષ્ય
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા પર્યાવરણ સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ અંતર્ગત રાજ્ય સરકારે માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 281.802 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપતા ₹2,756 કરોડથી વધુના ખર્ચે 1823થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવશે. રાજ્યભરમાં શહેરોના જાહેર સ્થળોએથી ગંદકી અને અસ્વચ્છતા દૂર કરવા માટે 1,533 ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ (GVPs)ની ઓળખ કરીને તેના નિકાલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટકાઉ શહેરી આયોજન અને વિકાસને પ્રોત્સાહન આપતી આ દરેક પહેલ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…