ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે સરકાર કડક, વાપસી માટે MEAનો એક્શન પ્લાન તૈયાર

ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને તેમને પરત મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિદેશ મંત્રાલય (MEA) સક્રિય બન્યું છે.

2860થી વધુ કેસો હજુ પેન્ડિંગ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે બાંગ્લાદેશ પાસે નાગરિકતા ચકાસણીના 2860થી વધુ કેસો હજુ બાકી છે. આમાંથી અનેક કેસો છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી અટવાયેલા હોવાનું જણાવાયું છે. ભારતે બાંગ્લાદેશ સરકારને આ પ્રક્રિયામાં ઝડપ લાવવા અપીલ કરી છે જેથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા લોકોની ઓળખ કરી તેમને કાયદાકીય અને દ્વિપક્ષીય વ્યવસ્થા હેઠળ પરત મોકલી શકાય.

કાયદાકીય પ્રક્રિયા હેઠળ થશે કાર્યવાહી
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિને સીધા જ બહાર મોકલવામાં નહીં આવે, પરંતુ તેની નાગરિકતા, દસ્તાવેજો અને કાનૂની પ્રક્રિયાની સંપૂર્ણ ચકાસણી બાદ જ કાર્યવાહી હાથ ધરાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ નાગરિકતા ચકાસણીને લઈને સંકલન ચાલી રહ્યું છે. બાંગ્લાદેશનું સત્તાવાર વલણ એવું છે કે તે માત્ર કાયદેસર રીતે બાંગ્લાદેશી સાબિત થતા નાગરિકોને જ સ્વીકારશે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ રાજકીય ગરમાવો
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર ખલીલુર રહેમાન દ્વારા તીસ્તા જળ કરાર અંગે કરાયેલી ટિપ્પણી પર પણ ભારતે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવી ટિપ્પણીઓને ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વાપસી અને દ્વિપક્ષીય ચર્ચાઓના વ્યાપક સંદર્ભમાં જોવાની જરૂર છે.

પ્રક્રિયા ઝડપથી આગળ વધારવાના સંકેત
ભારત સરકાર હવે ગેરકાયદેસર વસવાટના મુદ્દે કોઈ ઢીલ ન આપવાના મૂડમાં દેખાઈ રહી છે. સુરક્ષા એજન્સીઓ અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને ઓળખ, ચકાસણી અને વતન વાપસીની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

 

 

  • Related Posts

    તમિલનાડુમાં સત્તા માટે જોરદાર રાજકીય સંગ્રામ, AIADMKના ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ

    તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સરકાર રચવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને રાજકીય રીતે ગરમાઈ ગઈ છે. 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી TVK સરકાર બનાવવાના…

    દેડિયાપાડા સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

    ગુજરાતમાં ભર ઉનાળે અચાનક વરસાદી માહોલ સર્જાતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને નર્મદા જિલ્લાના સાગબારા અને…