ગુજરાત સ્થાપના દિવસે મોંઘવારીની ભેટ : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો કેટલા રૂપિયામાં મળશે એક લિટર દૂધ

અમૂલ દૂધના ભાવમાં વધારો: ગ્રાહકોને અનેક વેરિઅન્ટમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને 500 મિલી દીઠ 1 રૂપિયાનો વધારો જોવા મળશે.

 

અમુલ દૂધના ભાવ: મધર ડેરી પછી, પ્રખ્યાત અમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો ગુરુવાર (01 મે, 2025) થી અમલમાં આવશે. અમૂલે જાહેરાત કરી છે કે તે તેના દૂધના ઉત્પાદનોના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરી રહી છે, જે આવતીકાલે સવાર, 1 મેથી અમલમાં આવશે. આ ભાવ વધારો અમૂલ મિલ્કના વિવિધ પ્રકારો પર લાગુ થશે.વધેલા ભાવ અમૂલ સ્ટાન્ડર્ડ મિલ્ક, બફેલો મિલ્ક, ગોલ્ડ, સ્લિમ એન્ડ ટ્રીમ, ટી-સ્પેશિયલ, તાઝા અને ગાયના દૂધ જેવા મુખ્ય ઉત્પાદનોને અસર કરશે. ભેંસનું ફુલ ક્રીમ દૂધ જે પહેલા ૩૬ રૂપિયામાં 500 મિલી મળતું હતું તે હવે 37  રૂપિયામાં મળશે. જો 1 લિટર દૂધ ખરીદવામાં આવે તો તે 74 રૂપિયામાં મળશે. મધર ડેરી દ્વારા આવા જ ભાવ વધારા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મધર ડેરીએ બુધવાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫ થી દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

Amul Milk Price Hike: अमूल दूध हुआ महंगा, मंगलवार से 2 रुपये प्रति लीटर  बढ़ेगी कीमत

મધર ડેરીએ ફુલ ક્રીમ, ટોન્ડ, ડબલ-ટોન્ડ અને ગાયના દૂધ સહિત તમામ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મધર ડેરીના ફુલ ક્રીમ દૂધનો ભાવ 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા પ્રતિ લિટર થયો છે.ઉનાળાની સીઝન અને અન્ય કારણોને લીધે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી પ્રેરિત અમુલ પાર્લર પર દૂધના વિવિધ ઉત્પાદનોમાં સૌથી વધુ માગ દૂધની છે.દૂધ ઉત્પાદકોના જણાવ્યા મુજબ, તાજી ઘાસ-ચારા, પશુઆહાર અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયા હોવાથી કંપનીએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *