લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

પાટણ જિલ્લામાં શિક્ષણ પ્રત્યેની લાગણી અને જવાબદારીનો એક અનોખો પ્રસંગ સામે આવ્યો છે. રાધનપુર ખાતે શિવશક્તિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત નવનિર્માણ વિદ્યામંદિર કોલેજમાં યોજાયેલી સેમેસ્ટર-૨ની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓએ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે પણ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી સમાજ માટે આ  પ્રેરણાદાયક સંદેશ કેહવાય.

આ પણ વાંચો:ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના ઠાકોર પિયુષભાઈ પોતાના લગ્ન ફેરા પૂર્ણ કર્યા બાદ સીધા પરીક્ષા આપવા કોલેજ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે શિક્ષણ પ્રત્યેની આ લાગણી તેમને તેમના માતા-પિતાની પ્રેરણાથી મળી છે. એ જ રીતે રામેશ્વર ગામની સોલંકી હિરલબેન દિનેશભાઈ પણ પોતાના લગ્ન પ્રસંગ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા પહોંચી હતી…આ અનોખા પ્રસંગે કોલેજના સંચાલક જયરાજસિંહ નાડોદા દ્વારા બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને “હરિ મંદિરમાં હોય થાળી” નામનું પ્રેરણાદાયક પુસ્તક અર્પણ કરીને તેમના આ સંકલ્પને બિરદાવવામાં આવ્યો હતો. ખુબ સરસ સમાજ માટે એક ઉતમ ઉદાહરણસાબિત કર્યું છે કેમકે શિક્ષણ પત્યે બહુજ સરસ લાગણી છે.

 #the_wedding _hall #exam #Newlywedsn #Radhanpur_prioritize #education #marriage

Follow us on

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…