બિહારમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, તેજસ્વી અને સમ્રાટ સહિત ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર

2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો આજે ગુરુવારે શરૂ થયો. રાજ્યમાં 121 બેઠકો પર ગુરુવારે મતદાન થશે, અને ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 11 નવેમ્બરે 122 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 2025 બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મતદાનના આ પ્રથમ તબક્કામાં ઘણા મોટા નેતાઓ ઉમેદવાર તરીકે મેદાને છે. અને તેમનું ભાવિ દાવ પર છે.

પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, “આજે બિહારમાં લોકશાહીની ઉજવણીનો પ્રથમ તબક્કો છે. હું વિધાનસભા ચૂંટણીના આ તબક્કામાં તમામ મતદારોને પૂરા ઉત્સાહથી મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે, રાજ્યના મારા બધા યુવા મિત્રોને ખાસ અભિનંદન, જેઓ પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે. યાદ રાખો: પહેલા મતદાન કરો, પછી નાસ્તો કરો!”

અહી બગડયું EVM
દરભંગાના ગાંધીનગર કટારિયામાં બૂથ નંબર 153 પર EVM ખરાબ થયું. સવારે EVM ખરાબ થયા બાદ, બેટરી બદલવામાં આવી હતી, પરંતુ તે પણ પાંચ મિનિટમાં ખરાબ થઈ ગઈ. લગભગ બે કલાક પછી તેનું સમારકામ કરવામાં આવ્યું. પટણાના દિઘામાં બૂથ નંબર 203-204, આરાના જગદીશપુરમાં બૂથ નંબર 137, પટણાના અગ્વાનપુરમાં બૂથ નંબર 255, બારહમાં બૂથ નંબર 245 અને વૈશાલીના રાઘોપુરમાં બૂથ નંબર 368 પર EVM ખરાબ થયું. થોડા સમય પછી આ ખામીઓનું સમારકામ કરવામાં આવ્યું.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

વિરાટ કોહલી સદીઓની હેટ્રિક ફટકારીને રચશે ઇતિહાસ ? એક મોટો રેકોર્ડ પોતાના નામી કરવાની સુવર્ણ તક

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં પુષ્કળ રન બનાવી રહ્યો છે. તેણે સતત બે ODI માં બે સદી ફટકારી છે. હવે તેની પાસે સીરિઝમાં સતત…

PM મોદીએ ફક્ત પુતિન માટે જ નહીં, આ નેતાઓ માટે પણ તોડ્યો પ્રોટોકોલ

ગુરુવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું. પુતિન બે દિવસની ભારત મુલાકાતે છે, જે દરમિયાન સંરક્ષણ અને ઊર્જા જેવા મુખ્ય મુદ્દાઓ પર…