પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 30 એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેમની ગેરહાજરીમાં, ભારતીય બ્રિક્સ શેરપા બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ બેઠકમાં 11 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો હાજરી આપશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જુલાઈમાં યોજાનારી બ્રિક્સ પરિષદ માટે એજન્ડા તૈયાર કરવાનો અને તેને અંતિમ સ્વરૂપ આપવાનો છે. બેઠકોમાં AI, ક્લાઇમેટ ફાઇનાન્સ, ક્રોસ બોર્ડર પેમેન્ટ પહેલ અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: કપિલ સિબ્બલે સંસદના વિશેષ સત્રને લઈ સરકાર પાસે કરી આ માંગ, જાણો શું કહ્યું
BRICSમાં આ કારણે નહીં આપે હાજરી
વિદેશ મંત્રીઓની બેઠકમાં યુક્રેન અને પશ્ચિમ એશિયા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. પહેલગામ હુમલા પછી સુરક્ષા ચિંતાઓ પર નજર રાખી રહ્યા હોવાથી NSA અને વિદેશ મંત્રીએ આ બેઠકમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, બ્રિક્સ પ્લેટફોર્મ પર ભારતની હાજરી સુનિશ્ચિત કરવા માટે ભારતીય બ્રિક્સ શેરપાની ભાગીદારી મહત્વપૂર્ણ રહેશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








