કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાના ટ્રાન્સફર માટેના નિયમો સરળ બનાવ્યા છે, જેના પછી કર્મચારીઓને પૈસા ઉપાડવામાં કે ખાતામાં ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને 1.25 કરોડથી વધુ સભ્યોને આનો લાભ મળવાની અપેક્ષા છે.
PF કર્મચારીઓને ઘણીવાર એકાઉન્ટ ટ્રાન્સફર અંગે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. કોઈપણ નવી નોકરીમાં જોડાવા પર તેમને આ કામ કરવું પડતું હતું, પરંતુ હવે EPFO એ એક મોટા સુધારા હેઠળ ફોર્મ 13 સોફ્ટવેરની કાર્યક્ષમતામાં સુધારો કર્યો છે.
EPFOએ મોટાભાગના ટ્રાન્સફર કેસોમાં નોકરીદાતાની મંજૂરીની જરૂરિયાત નાબૂદ કરી છે. આ નિયમ જાન્યુઆરી 2025 થી અમલમાં આવશે. કર્મચારીઓ નોકરી બદલે ત્યારે PF ટ્રાન્સફર ખૂબ સરળ બની ગયું છે. આ અપડેટ વધુ યુઝર્સ માટે PF ખાતાના સંચાલનને સરળ બનાવવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.
પ્રોસેસ બનશે વધુ આસાન
એકવાર ટ્રાન્સફર ક્લેમ સોર્સ ઓફિસ દ્વારા મંજૂર થઈ જાય, પછી PFની રકમ હવે ડેસ્ટિનેશન ઓફિસમાં કર્મચારીના ખાતામાં આપમેળે જમા થઈ જશે. આ ફેરફારથી PF ટ્રાન્સફર માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. પ્રક્રિયાને સરળ બનાવવા ઉપરાંત, સુધારેલા સોફ્ટવેરમાં કરપાત્ર અને બિન-કરપાત્ર PFની વિગતો પણ આપવામાં આવી છે. આનાથી TDS ની સચોટ ગણતરી કરવામાં મદદ મળે છે.
અગાઉ, PF બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે સ્ત્રોત અને જે તે વિસ્તારની EPFO ઓફિસો વચ્ચે સંકલનની જરૂર હતી. જેના પરિણામે ઘણીવાર નોંધપાત્ર વિલંબ થતો હતો. નવી સિસ્ટમ હેઠળ, એકવાર ટ્રાન્સફર ક્લેમને સોર્સ ઓફિસ દ્વારા મંજૂર કરવામાં આવે, પછી સભ્યનું જૂનું PF એકાઉન્ટ ડેસ્ટિનેશન ઓફિસમાં નવા એકાઉન્ટ સાથે આપમેળે મર્જ થઈ જશે, જેનાથી પ્રોસેસિંગ સમય ઓછો થશે અને કાર્યક્ષમતામાં સુધારો થશે.
નવી સિસ્ટમ આ માહિતી આપશે
નવી સિસ્ટમ હવે કરપાત્ર અને બિન-કરપાત્ર PF બચતને અલગ પાડે છે. આ વિભાગ વ્યાજ આવક પર સચોટ TDS કપાત સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. જે સભ્યો માટે લાંબા સમયથી ચાલતી સમસ્યાનું નિરાકરણ લાવશે. EPFOનો અંદાજ છે કે સુધારેલી પ્રક્રિયા દર વર્ષે લગભગ 90,000 કરોડ રૂપિયાના ભંડોળ ટ્રાન્સફરને સક્ષમ બનાવશે. EPFOએ કર્મચારીઓ માટે તાત્કાલિક આધાર સાથે લિંક કરવાની જરૂર વગર મોટી સંખ્યામાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જનરેટ કરવાની નવી સુવિધા શરૂ કરી છે, જેનાથી નોકરીદાતાઓને વધુ સુગમતા મળે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








