ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી પાત્રો અને ધમાકેદાર સંવાદોનો જાદુ હવે મોબાઇલ અને લેપટોપની નાની સ્ક્રીનમાંથી બહાર આવીને સીધા સિનેમા ઘરોના વિશાળ પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે.
એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટએ અધિકૃત રીતે ‘મિર્ઝાપુર ધ મૂવી’ની જાહેરાત કરી છે. આ સમાચારે કરોડો ફેન્સ માટેકોઈ ઉત્સવથી ઓછા નથી જેઓ વર્ષોથી કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિત વચ્ચેની શત્રુતાને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે આતુર હતા
ક્યારે મચશે અસલી ધમાલ?
ફેન્સની લાંબી રાહનો અંત લાવતા મેકર્સે આખરે ફિલ્મની રિલીઝ તારીખ પરથી પડદો ઉઠાવી દીધો છે. હવે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દરેક વ્યક્તિ તે દિવસની બેસબ્રીથી રાહ જોઈ રહ્યો છે, જ્યારે સિનેમાઘરોમાં સાચો ધમાકો જોવા મળશે
મિર્ઝાપુર મૂવી’4 સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ
એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ફિલ્મનો જોરદાર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે—“હવે ભૌકાલ મોટા પડદા પર જુઓ, મિર્ઝાપુર ધ મૂવી 4 સપ્ટેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં.” આ જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની ગઈ છે અને ફૅન્સે અત્યારથી જ ટિકિટને લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે.
મુન્ના ભૈયાની વાપસી: સૌથી મોટું સરપ્રાઇઝ’
આ ફિલ્મની સૌથી મોટી USP અને ચર્ચાનો મુદ્દો છે દિવ્યેન્દુ શર્મા ઉર્ફે ‘મુન્ના ભૈયા’ની વાપસી. સિરીઝના બીજા સીઝનમાં મુન્ના ભૈયાના મૃત્યુથી ફેન્સ ખૂબ નિરાશ થયા હતા અને ત્રીજા સીઝનમાં તેમની ખોટ સ્પષ્ટ રીતે અનુભવાઈ હતી. પરંતુ ફિલ્મ સાથે જ નિર્માતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે ‘મિર્ઝાપુર અમર છે’—અને મુન્ના ભૈયા પણ.
ફિલ્મમાં પંકજ ત્રિપાઠીનો ‘કાલીન ભૈયા’ અને અલી ફઝલનો ‘ગુડ્ડુ પંડિત’ સાથે મુન્ના ભૈયાની ત્રિકુટી એકવાર ફરી મોટા પડદા પર ધમાલ મચાવવા પરત ફરી રહી છે. કહાની તેમને કેવી રીતે પાછા લાવે છે, તે જોવું ખરેખર બહુ જ રસપ્રદ રહેશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in








