ફ્રાંસના રાષ્ટ્રવ્યાપી વિરોધ અને હડતાળના માહોલ વચ્ચે, પેરિસના દુનખ્યાત ઐતિહાસિક સ્મારક એફિલ ટાવરને તાત્કાલિક અસરથી મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારની સામાજિક યોજનાઓમાં ખર્ચ ઘટાડા સામે લોકોમાં ઉગ્ર વિરોધ છે અને આંદોલનનો વ્યાપ સમગ્ર દેશમાં ફેલાયો છે.
ગુરુવારથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં પેરિસ સહિત 200થી વધુ શહેરોમાં હજારો લોકોએ રસ્તાઓ પર ઉતરીને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. એવી સ્થિતિમાં, પ્રવાસીઓની સલામતી અને ટાવર સ્ટાફની હડતાળને કારણે ટાવરની મુલાકાત બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
વિરોધના મુખ્ય મુદ્દા:
– સામાજિક કલ્યાણ યોજનાઓમાં ઘટાડો ન કરો
– તેની જગ્યાએ ઉચ્ચ આવક ધરાવતા વર્ગો પર ટેક્સ વધારો કરો
– કર્મચારીઓની પણ માંગ: વધારાની સંખ્યામાં સ્ટાફ અને જાળવણી માટે પૂરતું નાણાંકીય રોકાણ જરૂરી છે
એફિલ ટાવર, જે દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે, અગાઉ પણ ઘણા વખત અલગ-અલગ કારણોસર બંધ કરાયો છે – જેમ કે કર્મચારીઓની હડતાળ, સુરક્ષા સંકટ, કોરોના મહામારી અને પ્રદર્શન દરમિયાન સર્જાયેલી જટિલતાઓ.
અગાઉના કેટલાક બનાવો:
– 2018 અને 2024માં હડતાળ: કર્મચારીઓએ મેમેન્ટ સિસ્ટમ અને જાળવણી મુદ્દે વિરોધ કર્યો
– 2015, 2017માં સુરક્ષા કારણોસર ટાવર બંધ કરાયો
– 2020માં કોવિડ-19ના કારણે ટાવર લાંબો સમય બંધ રહ્યો
તંત્રની સૂચના:
પેરિસ મ્યુનિસિપલ પ્રશાસને પ્રવાસીઓને વિનંતી કરી છે કે તેઓ પેરિસ પ્રવાસ પહેલા ટાવરની ઓફિશિયલ વેબસાઇટ તપાસે, જેથી તેઓ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિમાંથી બચી શકે.








