ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન સામે કડક દાવો, 7,000થી વધુ ઠેકાણાઓ પર હુમલો અને 30 જેટલા જહાજો નષ્ટ

મધ્ય પૂર્વમાં તણાવ વધતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક નિવેદન આપ્યું છે. ટ્રમ્પએ દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની મિસાઈલ અને ડ્રોન ફેક્ટરીઓને નષ્ટ કરી દીધા છે અને હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું છે.

30 જેટલા જહાજો નષ્ટ
ટ્રમ્પના જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં અત્યાર સુધીમાં 30 જેટલા જહાજો નષ્ટ થયા છે. તેમણે ઉમેર્યું કે ઈરાન હવે માત્ર ‘કાગળનો વાઘ’ બની ગયો છે અને અમેરિકાના હુમલાથી બચી શકશે નહીં. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનના 7,000થી વધુ ઠેકાણાઓ પર હુમલો કરાયા છે, જેના કારણે ઈરાનના લગભગ 90% હથિયારો નષ્ટ થઈ ગયા છે.

કેટલાક દેશોએ મદદ કરવાનો ઈનકાર કર્યો
ટ્રમ્પે યુરોપિયન દેશો અને દક્ષિણ કોરિયાને સુરક્ષા જાળવવા માટે મદદ કરવાની અપીલ કરી છે, પરંતુ કેટલાક દેશોએ આ મામલે સહયોગ ન આપવા નિર્ણય લીધો છે. બીજી તરફ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે પણ સતર્કતા વધારી છે. ભારતીય વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય નેવીએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે.

હોર્મુઝ સ્ટ્રેટનું વૈશ્વિક મહત્વ
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, કારણ કે વિશ્વના મોટા ભાગનું કાચું તેલ અને ગેસ આ માર્ગ મારફતે પસાર થાય છે. તેથી અહીં વધતા તણાવને લઇને વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ જહાજોને સુરક્ષિત માર્ગદર્શન આપવું અને તેલ-ગેસ સપ્લાય ચેન સુરક્ષિત રાખવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો પર NDAનો કબજો, વિપક્ષના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા

બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં NDAના તમામ પાંચેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે રાજ્યમાં NDAની રાજકીય પકડ વધુ મજબૂત બની છે. બીજી તરફ,…

ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણની નવી ગાઇડલાઇન: કોમર્શિયલ અને ઘરેલુ વપરાશ માટે ફાળવણી જાણો

ગુજરાત સરકાર ઘરેલું અને કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ…