ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા નાના: પુત્રી ટિફનીએ પુત્રને જન્મ આપ્યો, પરિવારમા ઉમેરાયો 11મો પૌત્ર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરી એક વાર ખુશીની ઘડી આવી છે. તેમની પુત્રી ટિફની ટ્રમ્પ (31) અને પતિ માઈકલ બોલોસે ગુરુવારે પુત્રને જન્મ આપ્યો છે. નવજાત બાળકનું નામ એલેક્ઝાન્ડર ટ્રમ્પ બોલોસ રાખવામાં આવ્યું છે. ટ્રમ્પ હવે કુલ 11 પૌત્રોના દાદા બન્યા છે.

ટિફનીએ શેયર કરી પ્રેમભીની પોસ્ટ
ટિફનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોતાના પુત્રના નાનકડા પગની તસવીર શેર કરીને લખ્યું: “અમારા વ્હાલા બાળક, એલેક્ઝાન્ડર ટ્રમ્પ બોલોસ, વિશ્વમાં તમારું સ્વાગત છે. અમે તમને શબ્દોથી પર ચાહીએ છીએ! અમારા જીવનમાં આવવા બદલ તમારો આભાર!” ટિફનીએ અગાઉ ઘણી વાર પોતાના ગર્ભાવસ્થા દરમિયાનના ફોટા શેર કર્યા હતા અને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

પ્રેમથી લગ્ન સુધીનો સફર
ટિફની અને માઈકલ બોલોસની મુલાકાત 2018માં ગ્રીસના બીચ ક્લબમાં થઈ હતી. બંનેએ 19 જાન્યુઆરી 2021ના રોજ સગાઈની જાહેરાત કરી હતી. બાદમાં નવેમ્બર 2022માં, ટ્રમ્પના ફ્લોરિડાના રિસોર્ટ માર-એ-લાગો ખાતે ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. ટિફનીએ લેબનિઝ ડિઝાઇનર એલી સાબ દ્વારા ડિઝાઇન કરેલો વેડિંગ ડ્રેસ પહેર્યો હતો.

ટ્રમ્પે અગાઉ કરી હતી જાહેરાત
ટ્રમ્પે 2024ના ઓક્ટોબરમાં ડેટ્રોઇટ ઇકોનોમિક ક્લબમાં સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ટિફની ગર્ભવતી છે. તેમણે તેમના દામાદના પિતા માસાદ બોલોસ, જે વ્હાઇટ હાઉસના સલાહકાર છે, તેમની પણ પ્રશંસા કરી હતી.

ટ્રમ્પના 11 પૌત્ર

  • ડોનાલ્ડ ટ્રમ્પના હવે કુલ 11 પૌત્ર છે:
  •  ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા ટ્રમ્પ: 5 બાળકો
  • ઇવાન્કા ટ્રમ્પ અને જેરેડ કુશનર: 3 બાળકો
  • એરિક ટ્રમ્પ અને લારા ટ્રમ્પ: 2 બાળકો
  • ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ: 1 પુત્ર – એલેક્ઝાન્ડર

Related Posts

પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…

Gujarat Weather Alert 2026: ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં નવો રાઉન્ડ.. Relentless Monsoon Fury..

Gujaratમાં વરસાદનું એલર્ટ: અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, કેટલાક ભાગોમાં તેજ પવન અને ગાજવીજની આગાહી અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ; IMDના સ્થાનિક અનુમાન મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ Gujaratમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ઉપલબ્ધ સ્થાનિક અનુમાન મુજબ 16 સપ્ટેમ્બરે Gujaratના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અગાઉના દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. IMDના સ્થાનિક રિપોર્ટ મુજબ 15 સપ્ટેમ્બરના અગાઉના 24 કલાકમાં અમદાવાદમાં 50 મિમી વરસાદ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરે શહેરમાં સામાન્ય રીતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *