ભારત-પાક મેચ પર સંકટ: ICC એ પાકિસ્તાન બોર્ડની ‘ચાલબાજી’ પકડી, પૂછ્યા અણીયારા સવાલ

આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટના મેદાન પર રાજકીય અને કાનૂની વિવાદ તેજ થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીની ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચના બહિષ્કાર અંગે ICC ને લેખિતમાં જાણ કરી છે. PCB એ ‘ફોર્સ મેજ્યુર’ (અસાધારણ પરિસ્થિતિ) કલમનો હવાલો આપી પોતાની સરકારના આદેશને બહાનું બનાવ્યું હતું.

જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ દલીલને ફગાડી પાકિસ્તાને જવાબ આપવા માટે દબાણ વધારી દીધું છે. ICC એ સ્પષ્ટ પૂછ્યું છે કે, જો પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટની અન્ય તમામ મેચો રમવા તૈયાર છે, તો માત્ર ભારત સામેની એક મેચ માટે જ કટોકટી કે સરકારી આદેશ કેવી રીતે લાગુ પડી શકે?

PCB એ દાવો કર્યો હતો કે તેઓ બાંગ્લાદેશની સમર્થનમાં ભારત સામે નહીં રમે, કારણ કે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશે ભારતમાં રમવાનું ટાળ્યું છે. પરંતુ ICC એ આ દલીલને કાનૂની રીતે નબળી ગણાવી છે. ‘ફોર્સ મેજ્યુર’ જોગવાઈ સામાન્ય રીતે યુદ્ધ અથવા કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં જ લાગુ પડે છે, રાજકીય પસંદગી અથવા અસુવિધા માટે નહીં. ICC એ પાકિસ્તાન બોર્ડને ચીમકી આપી છે કે જો પસંદગીયુક્ત ભાગીદારી (Selective Participation) કરવામાં આવશે, તો તે વર્લ્ડ કપના મૂળ સિદ્ધાંતોનો ભંગ ગણાશે. આથી પાકિસ્તાન પર કઠોર શિસ્ત અને આર્થિક દંડ પણ લાગું પડી શકે છે.

હાલમાં ICC અને PCB વચ્ચે આ મુદ્દે બંધ બારણે ચર્ચા ચાલુ છે. ICC એ PCB પાસે પુરાવા માંગ્યા છે કે તેમણે મેચ રદ કરતા પહેલા કયા વૈકલ્પિક રસ્તાઓ અજમાયા હતા. જો પાકિસ્તાન પોતાની જીદ પર અડગ રહેશે, તો તેને વર્લ્ડ કપના પ્રસારણ અધિકારો અને વ્યાપારી નુકસાનની ભરપાઈ પણ કરવી પડી શકે છે. ક્રિકેટ દુનિયાની નજર હવે 15 ફેબ્રુઆરીની મેચ પર છે. આ માત્ર રમત નથી, પરંતુ કરોડો ડોલરની રેવન્યુ અને ચાહકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. જો પાકિસ્તાન આ વખતે નમતું જોખશે, તો વર્લ્ડ કપમાં આ બહિષ્કાર ઈતિહાસમાં નવો વળાંક લાવી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…