ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, નલિયામાં સૌથી ઓછું 11.2°C

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ફરી વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2°C નોંધાયું, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું.

વિસ્તાર પ્રમાણે નોંધાયેલ તાપમાન
– નલિયા: 11.2°C
– કંડલા: 13.6°C
– કેશોદ: 14°C
– અમદાવાદ: 16.7°C
– ગાંધીનગર: 16.4°C
– વડોદરા: 14.6°C
– ડીસા: 14.4°C
– સુરત: 18.8°C
– દમણ: 17.4°C
– ભુજ: 15.6°C
– રાજકોટ: 14.2°C
– પોરબંદર: 14.4°C
– મહુવા: 15.5°C
– સુરેન્દ્રનગર: 16.6°C

તાપમાનમાં એક દિવસમાં સરેરાશ 1°Cનો વધારો નોંધાયો છે, અને હવામાન વિભાગે આગામી 2–3 દિવસમાં હજુ 2–3°C વધારાની આગાહી કરી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો, પણ ઠંડીનું જોર ચાલુ રહેશે

હવામાન ખાતાના અનુસાર, દિવસ દરમિયાન હળવો તડકો જોવા મળશે, પરંતુ વહેલી સવારે અને સાંજે ઠંડીનું પ્રમાણ ભારે રહેશે. કેટલાક વિસ્તારોમાં ઠંડીના કારણે શરદી-ખાંસી જેવી સમસ્યાઓ વધી રહી છે, રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન 5°Cથી પણ નીચે પહોંચ્યું છે, જેના કારણે ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડકનો અહેસાસ વધી રહ્યો છે.

ઉત્તર તથા મધ્ય ભારતમાં કડકડતી ઠંડી
ગુજરાત સહિત આખા ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.

હિમાચલ અને કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે:
– તાબો: -5.3°C
– કુકુમસેરી: -4.1°C
– કેલાંગ: -3.6°C
– કલ્પા: 0.4°C

રાજસ્થાન — સૌથી વધુ ઠંડીનો પ્રભાવ
રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10°Cથી નીચે, જ્યારે સીકરમાં 7°C નોંધાયું છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ઠંડીનો પ્રકોપ
– રાજગઢ (MP): 7°C
– પેંડ્રા (CG): 9°C

IMDએ ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તીવ્ર ઠંડીની ચેતવણી જાહેર કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગાંધીનગર વિધાનસભા સત્ર: ભાજપે ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો, 3 દિવસમાં મહત્વના બિલો રજૂ થશે

ગાંધીનગરમાં યોજાનાર રાજ્ય વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા તમામ ધારાસભ્યોને આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.…

ઈરાન યુદ્ધમાં NATO દેશો સહાય નહીં, ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીનને પણ નિશાન

અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન પર ચાલી રહેલા યુદ્ધના 18મા દિવસે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. NATOમાં 32 દેશો સામેલ હોવા છતાં, કોઈ પણ દેશે ઈરાન…