ગુજરાતમાં ફરી ઠંડીનું જોર, IMDની વરસાદ અને ઠંડીની ડબલ ચેતવણી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદ સાથે ઠંડી વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

રાજ્યના શહેરોમાં તાપમાન
અમદાવાદ અને અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી અને ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોના કારણે વહેલી સવાર અને રાત્રે ઠંડીની તીવ્રતા અનુભવાઈ રહી છે.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા બરફવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા નોંધાઈ છે. IMD મુજબ 26 જાન્યુઆરીએ વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.

અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
IMD દ્વારા જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

મેદાની વિસ્તારોમાં તાપમાન શૂન્યની નજીક
ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં આગામી પાંચ દિવસ દરમિયાન સવારના સમયે ઘન ધુમ્મસ રહેવાની શક્યતા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડું શહેર રહ્યું છે, જ્યારે દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ દિલ્હીને હજુ ઓછામાં ઓછા બે દિવસ ઠંડીમાંથી રાહત મળશે નહીં.

આ વર્ષે શિયાળો કેમ રહ્યો નરમ?
હવામાન નિષ્ણાતો જણાવે છે કે આ વર્ષે હિમાલય વિસ્તારમાં ભારે હિમવર્ષા ઓછી થતાં ઉત્તર ભારત અને ગુજરાતમાં કાતિલ ઠંડી જોવા મળી નથી. ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં ‘અલ નિનો’ની અસર અને અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ તથા ભેજવાળા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો અટક્યો છે.

ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતની ત્રણે સિઝનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે ડિસેમ્બરમાં ઠંડી ઘણી ઓછી રહી. કચ્છના નલિયામાં ગત વર્ષે ડિસેમ્બરમાં 22 વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું, જ્યારે આ વખતે માત્ર 4 વખત જ પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે. અમદાવાદમાં પણ આ વર્ષે ડિસેમ્બરમાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે…

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં…